Homeફિલ્મી ફંડાડિપ્રેશન, હાર્ટ એટેક અને પુત્રીના બળાત્કારની ધમકી, અનુરાગ કશ્યપનની આપવીતી

ડિપ્રેશન, હાર્ટ એટેક અને પુત્રીના બળાત્કારની ધમકી, અનુરાગ કશ્યપનની આપવીતી

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમની જીવનના એ સમયગાળા વિશે વાત કરી હતી જ્યારે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે ડિપ્રેશન દરમિયાન તેમને ત્રણ વખત રિહેબ સેન્ટર જવું પડ્યું હતું. આ સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે તેમની પુત્રી આલિયા કશ્યપને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી હતી અને ચિંતામાંને ચિંતામાં તેમને એન્ઝઆયટી એટેક આવવા માંડ્યા હતા.
અનુરાગ કશ્યપે જણાવ્યું કે જ્યારે તેઓ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને ટ્વિટર પર લખતા અને બોલતા હતા ત્યારે તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “આ તે સમય હતો જ્યારે મેં ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે મારી દીકરીને ટ્રોલ કરવામાં આવી રહી હતી. તેના પર બળાત્કારની ધમકીઓ મળી રહી હતી એના કારણે મને એન્ઝઆયટી એટેક આવવા માંડ્યા હતા.. એટલા માટે મેં 2019 માં ટ્વિટર બંધ કરી દીધુ અને હું પોર્ટુગલ જતો રહ્યો.”
અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે તેમની તબિયત ઘણી બગડી હતી. તેમણે કહ્યું કે તેમની એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ ડિપ્રેશન સામે લડી રહ્યા હતા ત્યારે પણ તેમણે કામ કરવાનું બંધ કર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ વર્ષ 2019માં પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular