સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના 2016ના નિર્ણયને યથાવત રાખ્યો છે. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 4:1ની બહુમતી સાથે નોટબંધીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. આ પ્રકારનું પગલું લાવવા માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો થઈ હતી. જોકે, પાંચ જજોમાંથી એક જસ્ટિસ નાગરત્નેએ નોટબંધીના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમણે આરબીઆઈએ મર્યાદા વટાવી હોવાનું પણ કહ્યું હતું. જસ્ટિસ નાગરત્નેએ આરબીઆઈની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા.
જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે 8 નવેમ્બર, 2016ની નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડિમોનેટાઈઝેશન ઑપરેશન ગેરકાયદેસર છે. પરંતુ આ સમયે યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાતી નથી, તેથી હવે શું રાહત આપી શકાય એ વિચારવાની જરૂર છે. તેમણે કહ્યું કે તમામ રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવી ગેરકાયદેસર અને ખોટી બાબત હતી