PoKમાં રહેતા ભારતીયોના અધિકારો ખતમ કરવાની માંગ, SCએ કહ્યું- તેઓ ભારતનો ભાગ છે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેતા ભારતીયોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, જેમાં માગણી કરવામાં આવી હતી કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના 24 ખાલી મતવિસ્તારોમાં રહેતા ભારતીયોના અધિકારો કાં તો સ્થગિત કરવા જોઈએ અથવા તેમને સમાપ્ત કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને આ અરજી ફગાવી દીધી હતી.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા ભારતીયોના અધિકારોને પડકારતી આ અરજી સોમવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે ભાગનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે ભાગ ભારતનો ભાગ છે. કોર્ટ આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ એક સંપૂર્ણ નીતિ વિષયક બાબત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.