દિલ્હીવાસીઓને મોંઘી વીજળીનો ‘આંચકો’ લાગ્યો, PPAC વધ્યા બાદ હવે બિલ આટલું વધશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જૂનના મધ્યથી દિલ્હીવાસીઓના વીજળીના બિલમાં 2 થી 6 ટકાનો વધારો થયો છે. પાવર રેગ્યુલેટર દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (ડીઇઆરસી) એ કોલસા અને ગેસની વધતી કિંમતો અને ટૂંકા ગાળાની વીજ ખરીદી પર વધતી નિર્ભરતાને વળતર આપવા માટે વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને ગ્રાહકો પાસેથી વધારાની પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટ (PPAC) વસૂલવાની મંજૂરી આપી છે, એવી એક અધિકારીએ જાણકારી આપી હતી.
સરચાર્જમાં વધારો આ વર્ષે 10 જૂનથી અમલમાં આવ્યો છે અને ગ્રાહકો દ્વારા જુલાઈમાં મેળવેલા બિલમાં વધેલા ભાવ ઉમેરવામાં આવશે. વધારાના PPAC (4%) આ વર્ષે 31 ઓગસ્ટ સુધી અથવા આગળના આદેશો સુધી અસરકારક રહેશે. ડીઇઆરસીએ 10 જૂને જારી કરેલા આદેશમાં આ વાત કહી હતી. PPAC વધ્યા બાદ ગ્રાહકોના વીજ બિલમાં 2 થી 6 ટકાનો વધારો થઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે ફ્યુઅલ સરચાર્જ એડજસ્ટમેન્ટ ફોર્મ્યુલા 25 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે PPAC એ ઈલેક્ટ્રીસિટી એક્ટ, DERCના પોતાના ટેરિફ ઓર્ડર અને ઈલેક્ટ્રિસિટી એપેલેટ ટ્રિબ્યુનલના આદેશો હેઠળ આવશ્યક છે. તેમણે કહ્યું કે PPAC ઈંધણની કિંમતોમાં વધારાના બોજને ઘટાડવા માટે લાદવામાં આવે છે. હાલમાં કોલસા અને ગેસના ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો છે, જેથી વધતા ભાવનો બોજ સીધો કંપનીઓ પર ન પડે તે માટે PPACમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.