દિલ્હી જલ બોર્ડના ડાયરેક્ટર (ગુણવત્તા નિયંત્રણ) સંજય શર્માએ આજે એટલે કે રવિવારે યમુના નદીના પાણીથી સ્નાન કર્યું હતું. બીજેપી સાંસદ પરવેશ વર્માએ તેમની સાથે ગેરવર્તન કરી તેમને આ ચેલેન્જ આપી હતી.
મળતી માહિતી અનુસાર, રવિવારે દિલ્હી જલ બોર્ડના અધિકારીએ કાલિંદી કુંજના યમુના ઘાટ પર સ્નાન કર્યું હતું. આ દરમિયાન દિલ્હી જલ બોર્ડ (ગુણવત્તા નિયંત્રણ)ના ડિરેક્ટર સંજય શર્માએ જણાવ્યું હતું કે, “પાણીનું BOD સ્તર 12-13 છે, TSS 20 ની નીચે છે, ફોસ્ફેટ 0.1 છે અને ઓગળેલા ઓક્સિજન 7.0 થી વધુ છે. યમુના નદી સ્વચ્છ છે અને લોકો અહીં આવવા માટે નિઃસંકોચ. ડૂબકી લગાવી શકો છો.
ડાયરેક્ટર સંજય શર્માએ ત્યાર બાદ સાંસદ વર્મા વિરુદ્ધ કાલિંદી કુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. દિલ્હી જલ બોર્ડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “28 ઓક્ટોબરના રોજ, સંજય શર્મા, જેઓ દિલ્હી જલ બોર્ડમાં ટ્રીટમેન્ટ ક્વોલિટી કંટ્રોલના ડાયરેક્ટર તરીકે કામ કરે છે, તે ઓખલા બેરેજ કાલિંદી કુંજ ખાતે યમુના નદી પર ફરજ પર હતા અને એન્ટી-ફોમિંગ કેમિકલનો છંટકાવ કરી રહ્યા હતા. તે દરમિયાન સાંસદ પરવેશ વર્મા અને તજિન્દર બગ્ગા તેમના અન્ય કેટલાક સાથીઓ સાથે ત્યાં આવ્યા હતા અને તેમને ફરજ કરતા અટકાવ્યા હતી અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. ભાજપના સાંસદનો અધિકારી સાથે ગેરવર્તનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા રસાયણને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ઉપયોગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
#WATCH | A team of Delhi Jal Board sprays chemical into Yamuna to dissolve the toxic foam seen on the surface of the river. Visuals from Kalindi Kunj. pic.twitter.com/0y18sFw4Nf
— ANI (@ANI) October 28, 2022