દેશની મેટ્રો સિટીઝની વાત કરીએ તો પબ્લીક ટ્રાસ્નપોર્ટની દ્રષ્ટિએ મુંબઇની લોકલ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોકે હવે પબ્લીક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે દેશની રાજધાની દિલ્લીએ દેશની આર્થિક રાજધાનીને પાછળ મૂકી દીધી છે. હાલમાં જ થયેલ એક સર્વે મુજબ બેસ્ટ પબ્લીક ટ્રાન્પોર્ટ સેવામાં દિલ્લીએ વિશ્વમાં 35મું સ્થાન મેળવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જ ઓલિવર વાયમેન ફોરમ દ્વારા urban mobility readiness index અંતર્ગત વિશ્વના વિવિધ શહેરોમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ સેવાનો સર્વે કરવામાં આવ્યો હતો અને ટોપ 60 શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટ મુજબ દેશની રાજધાની દિલ્લી બેસ્ટ પબ્લીક ટ્રાન્સપોર્ટમાં 35માં ક્રમાંકે આવે છે. આ ક્રમાંકમાં દિલ્લીએ મુંબઇને પાછળ મૂકી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મુંબઇ આ સર્વેમાં 41માં ક્રમાંકે છે. જ્યારે આ રિપોર્ટ અંતર્ગત હોંગકોંગને પ્રથમ સ્થાન મળ્યું છે.
Delhi climbs upto 35th position in the ranking of Best public transport services. Delhi’s 2 cr people are working hard. Soon we will be in top ten https://t.co/zCWWqTptPT
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 28, 2023
આ સર્વે અંગે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ‘બેસ્ટ પબ્લીક ટ્રાન્સપોર્ટ સેવામાં દિલ્લી વિશ્વમાં 35માં ક્રમાંકે આવી છે. દિલ્લીની 2 કરોડ જનતા ખૂબ મહેનત કરી રહી છે. જલ્દી જ આપણે આ રેન્કીંગમાં ટોપ ટેનમાં આવશું.’ આ યાદીમાં દેશની આર્થિક રાજધાની મુંબઇનું નામ પણ સામેલ છે. મુંબઇએ આ યાદીમાં 41મું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘દિલ્લીના પબ્લીક ટ્રાન્સપોર્ટ સેવા સસ્તી અને સુંદર છે. જેને કારણે દિલ્લી વિશ્વમાં 35માં ક્રમાંકે આવી છે. 2022 સુધીની વાત કરીએ તો દિલ્લીની મેટ્રો 12 લાઇન સેવામાં 286 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ’ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ‘સોશિયલ ઇમ્પેક્ટ ઇન્ડિકેટરની વાત કરીએ તો દિલ્લીએ સલામતી, પ્રદૂષણ, પરિવહન ક્ષેત્રે રોજગારી વગેરે કેટેગરીમાં લો સ્કોર કર્યો છે. ’
મુંબઇના રિપોર્ટ અંગે વાત કીરએ તો મુંબઇમાં લોકલ ટ્રેન અને મેટ્રો સૌથી સારી પરિવહન સુવિધા છે. જોકે અહીં ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ બહુ ઓછો થઇ રહ્યો છે. મુંબઇના રિપોર્ટ પર ટ્રાફિક જામ, હવાનું ખરાબ સ્તર, ધ્વની અને લાઇટ પ્રદૂષણની અસર પડી છે. દ અર્બન મોબીલિટી રેડીનેસ ઇન્ડેક્સ 2022, દ્વારા વિશ્વના શહેરોમાંથી ટોપ 60નું રેન્કીંગ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટ ઓલિવર વાયમેન ફોરમ અને યુનિર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો.