દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આમને સામને! AAPએ કહ્યું પીએમઓના આદેશ પર પોલીસે કેજરીવાલના કાર્યક્રમમાં લગાવી પીએમ મોદીની તસવીર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે પીએમઓના આદેશ પર દિલ્હી સરકારના કાર્યક્રમમાં પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પોસ્ટર ફાડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવી હતી. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ટ્વીટ કરીને આવા દાવાઓ કર્યા છે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દિલ્હી સરકારના સરકારી આયોદનમાં પીએમઓના આદેશ પર શનિવારે રાત્રે પોલીસ મોકલવામાં આવી હતી અને પોલીસે સ્ટેજ પોતાના કબ્જે કરીને કાર્યક્રમના બેનરની જગ્યાએ પીએમ મોદીની તસવીર વાળા પોસ્ટર લગાવ્યા અને કહ્યું કે જો આ પોસ્ટરને હટાવવામાં આવ્યા તો કાર્યવાહી થશે. આ મુદ્દાને કારણે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.