ભડકાઉ ભાષણ આપવા બદલ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ FIR, જાણો શું છે પૂરો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ગુરુવારે દિલ્હીમાં FIR નોંધવામાં આવી છે. ભડકાઉ ભાષણ આપવા મામલે દિલ્હી પોલીસની IFSO યૂનિટે તેમની વિરુદ્ધ FIR નોંધી છે. FIRમાં સ્વામી યતિ નરસિમ્હાનંદનું પણ નામ છે, તેઓ ડાસના દેવી મંદિરના પુજારી છે.
એક સ્પેસિફિક કમ્યૂનિટીને ટાર્ગેટ કરીને તેની વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના મામલે કુલ 32 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં એ લોકોનો સમાવેશ છે જેઓ દ્વેષભર્યા કન્ટેન્ટ અને મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યા હતા હતા અને અલગ અલગ સમૂહોને ઉકસાવી રહ્યા હતા તેમ જ એવી સ્થિતિ પેદા કરી રહ્યા છે જે શાંતિ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે.
IFSO યૂનિટ દ્વારા નોંધવામાં આવેલી FIRમાં નુપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાન, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુલ રહમાન, હુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.