દિલ્હી પોલીસે મુનવ્વર ફારૂકીના શોને મંજુરી ના આપી, મહુઆ મોઇત્રાએ દિલ્હી પોલીસને ગણાવી સ્પાઈનલેસ

ટૉપ ન્યૂઝ

Delhi: કોમેડિયન મુનાવર ફારુકીના(Munawar Faruqui) દિલ્હીમાં શો માટે પોલીસે(Delhi Police) પરવાનગી ન આપતા શો રદ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદે(VHP) આપેલી ધમકી બાદ શો રદ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ (Mahua Moitra) દિલ્હી પોલીસ પર પ્રહાર કર્યા છે.
મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું કે, ” VHP દાદાગીરીથી ડરીને કરોડરજ્જુ વગરની દિલ્હી પોલીસે શો રદ કર્યો છે. ગાંધીજીએ કહ્યું હતું કે હું નથી ઈચ્છતો કે મારું ઘર દિવાલોથી ઘેરાયેલું રહે અને મારી બારીઓ પણ બંધ કરી દેવામાં આવે. શું ભારત @75નું સાંપ્રદાયિક સૌહાર્દ આજે એટલુ નાજુક છે કે તે કોમેડી શો દ્વારા ખોરવાઈ જાય?

“>

નોંધનીય છે કે સેન્ટ્રલ દિલ્હીના સિવિક સેન્ટરમાં 28 ઓગસ્ટે ફારૂકીનો સ્ટેન્ડ અપ શો થવાનો હતો. વિશ્વ હિંદુ પરિષદ(VHP) એ 25 ઓગસ્ટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને પત્ર લખીને ફારૂકીનો શો રદ કરવાની માંગ કરી હતી. VHPએ તેના પત્રમાં આરોપ લગાવ્યો છે કે “ભાગ્યનગરમાં(હૈદરાબાદ) હિંદુ દેવી-દેવતાઓ પર મુનવ્વરની મજાકને કારણે સાંપ્રદાયિક તણાવ ઉભો થયો હતો”. VHPના પત્રમાં ધમકી આપવામાં આવી હતી કે જો શો રદ કરવામાં નહીં આવે તો VHP અને બજરંગ દળના સભ્યો વિરોધ પ્રદર્શન કરશે.
ગયા શનિવારે, મુનવ્વર ફારૂકીએ કડક સુરક્ષા વચ્ચે હૈદરાબાદમાં સ્ટેન્ડઅપ કોમેડી શોનું આયોજન કર્યું હતું. પરંતુ દિલ્હી પોલીસની લાઇસન્સિંગ શાખાએ તેની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. ફારૂકી લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલા છે. તેના પર અવારનવાર આરોપ લગાવવામાં આવે છે કે તેમની કોમેડી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.