નવી દિલ્હીઃ દેશની રાજધાની મંગળવારે બપોરે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આ આંચકાઓ એટલા બધા તીવ્ર હતા કે અનેક જગ્યાએ ઓફિસમાં બેઠેલા લોકોએ પણ તે મહેસૂસ કર્યા હતા.
Earthquake of Magnitude:5.8, Occurred on 24-01-2023, 14:28:31 IST, Lat: 29.41 & Long: 81.68, Depth: 10 Km ,Location: Nepal for more information Download the BhooKamp App https://t.co/gSZOFnURgY@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS @PMOIndia pic.twitter.com/y1Ak7VbvFB
— National Center for Seismology (@NCS_Earthquake) January 24, 2023
દિલ્હી એનસીઆરમાં મંગળવારે બપોરે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દહેરાદુન, પિથૌરાગઢ અને અલ્મોડામાં પણ આંચકા અનુભવાયા હતા. પિથૈરાગઢમાં 3.8 રેક્ટર સ્કેલ પર ધરા ધ્રૂજી ઉઠી હતી. આ સિવાય સવારે 7.57 કલાકે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં પણ ધરતીકંપ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ આંચકા એટલા બધા તીવ્ર હતા કે ઘરમાં અને ઓફિસમાં બેસેલા લોકોએ પણ તેને મહેસૂસ કર્યા હતા. જોકે, હજી સુધી જાન-માલના નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી.
આ પહેલાં પણ પાંચમી જાન્યુઆરીમાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર પણ આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું અને ત્યાં પણ લોકોએ આ આંચકા અનુભવ્યા હતા. એ સમયે આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.