મેટ્રોમાં લેડિઝ સીટ પર કોન્ડોમની એડ જોઈને સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો, જાણો શું છે આખો મામલો

દેશ વિદેશ

દિલ્હી મેટ્રોના કોચમાં લગાવેલી એક તસવીરે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે. મળતી માહિતી અનુસાર મેટ્રોની અંદર મહિલાઓ માટે આરક્ષિત રાખવાની સીટ પર કોન્ડોમની જાહેરાત કરતું પોસ્ટર લગાવેલું છે, જેને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પર નિશાન સાધીને લોકો એડને ટ્રોલ કરી રહ્યા છે.

ટ્વીટર પર કોન્ડોમની એડની તસવીર પોસ્ટ કરીને એક યુઝરે લખ્યું હતું કે, દિલ્હીની મેટ્રોની એક ટ્રેનમાં આ પ્રકારની જાહેરાત કરવાનાં આવી રહી છે, જેને કારણે પ્રવાસીઓને શરમનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તેના જવાબમાં અન્ય યુઝરે લખ્યું હતું કે, આમાં શરમ અનુભવવાની કોઈ વાત છે ખરી? કોઈ પણ વસ્તુને બે રીતે જોઈ શકાય છે.

એક યુઝરે લખ્યું હતું કે, ડીએમઆરસીને સવાલ કર્યો હતો કે, ફક્ત આવકથી મતલબ ન હોવો જોઈએ. સમાજ માટે તમારી જવાબદારી છે, જે પૈસાથી વધુ મહત્ત્વની છે? એક યુઝરે લખ્યું હતું કે, આ એડને હટાવવામાં આવે જેથી મહિલાઓ કંફર્ટેબલ ટ્રાવેલ કરી શકે.

ડીએમઆરસીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી તેમ છતાં લોકોની ભાવનાનું માન રાખીને દિલ્હી મેટ્રોએ હાલમાં આ એડને હટાવી નાંખી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.