દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના શરૂઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટી 126 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 109 બેઠકો પર, કોંગ્રેસ 10 બેઠકો પર અને અન્ય 5 બેઠકો પર આગળ છે.
ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે રાહ જુઓ,ભાજપ જીતશે, મેયર ભાજપના જ રહેશે. પરિણામ આવવા દો. અમે કેજરીવાલને 100થી ઓછી સીટોમાં સમેટી દેશું
બીજેપી સાંસદ મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, આજે એ જોવાનું મહત્વનું છે કે કોણ જીતે છે. એક અર્થમાં AAPની હાર છે. તેઓ કહેતા હતા કે અમે 200 સીટો લાવીશું. આવા લોકોનો ચહેરો જેવા જેવો થશે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરનાં રોજ મતદાન થયું હતું. MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. આ બધાના ભાવિનો આજે નિર્ણય થવાનો છે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ આ વખતે પાછળ ચાલી રહી છે. MCDમાં પણ AAPનો કબજો થવા જઈ રહ્યો છે.