દિલ્હીમાં પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને એમસીડી ચૂંટણીમાં આપને સૌથી વધુ 42.05 ટકા વોટ મળ્યા છે. ત્યારબાદ ભાજપને 39.09 ટકા, કોંગ્રેસને 11.68 ટકા, બીએસપીને 1.80 ટકા, અપક્ષને 3.46 ટકા અને નોટાને 0.78 ટકા વોટ મળ્યા છે. ચૂંટણીમાં આપની જીત બાદ સીએમ કેજરીવાલે દિલ્હીની જનતાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અહંકાર મોટામાં મોટી સત્તાને ધ્વસ્ત કરી નાંખે છે. આપના તમામ પ્રધાનો, વિધાનસભ્યો અને કોર્પોરેટર્સને કહેવા માગું છું કે ક્યારેય અહંકાર નહીં કરતાં, નહીં તો પતન પાક્કુ છે. ઈશ્વર આવા લોકોને માફ નહીં કરે. દિલ્હીના લોકોએ મને ભ્રષ્ટાચારને દૂર કરવાની સાથે બીજી ઘણી જવાબદારીઓ આપી છે. હું દિવસ રાત મહેનત કરીને પૂરી કોશિશ કરીશ કે તમારા ભરોસાને હું કાયમ રાખી શકું. દિલ્હીમાં મોટા ફેરફાર માટે હું દિલ્હીવાસીઓને શુભેચ્છા આપવા માગું છું.