Homeટોપ ન્યૂઝદિલ્હી હત્યા કેસ: લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી, તે જ દિવસે લગ્ન કર્યા

દિલ્હી હત્યા કેસ: લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી, તે જ દિવસે લગ્ન કર્યા

દિલ્હી પોલીસે નજફગઢના મિત્રાંવ ગામની સીમમાં આવેલા ઢાબામાં તેના 22 વર્ષીય લિવ-ઇન પાર્ટનર નિક્કીની કથિત રીતે હત્યા કરવા અને તેના મૃતદેહને ઢાબામાં ફ્રિજમાં રાખવા બદલ સાહિલ ગેહલોતની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ નિક્કી યાદવ તરીકે કરવામાં આવી હતી. તેની 9 અને 10 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ કાશ્મીરી ગેટ ISBT નજીક તેના બોયફ્રેન્ડ સાહિલ ગેહલોત (24) દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. અહીં વધારે આશ્ચર્ય એ વાતનું થાય છે કે આરોપી સાહિલે મધ્યરાત્રિએ નિક્કીની ઠંડા કલેજે હત્યા કરી અને ત્યાર બાદ પોતાના ઘરે જઇ પરિવારે જણાવેલી છોકરી સાથે સાંજે લગ્ન પણ કરી લીધા.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સાહિલ અને નિક્કી રિલેશનશિપમાં હતા. મિત્રાંવ ગામનો રહેવાસી સાહિલ 2018માં હરિયાણાની રહેવાસી નિક્કીને મળ્યો હતો ત્યારે તેઓ ઉત્તમ નગર વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. બાદમાં તેઓએ ગ્રેટર નોઈડાની એ જ કોલેજમાં એડમિશન લીધું હતું.
આ કપલ ગ્રેટર નોઈડામાં ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યા. કોવિડ લોકડાઉન દરમિયાન તેઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા અને લોકડાઉન સમાપ્ત થયા બાદ તેઓ ફરીથી દ્વારકા વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યા હતા. આરોપી સાહિલે તેના સંબંધ વિશે તેના પરિવારજનોને જાણ કરી ન હતી. સાહિલનો પરિવાર તેના પર બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો અને તેના લગ્નની તારીખ 10 ફેબ્રુઆરી નક્કી કરી હતી. જ્યારે નિક્કીને આ વિશે ખબર પડી ત્યારે તેણે સાહિલ સાથે ઝઘડો કર્યો અને બંને વચ્ચે દલીલો થઈ. પોલીસના જણાવ્યા અનુસાર સાહિલે તેની કારમાં રાખેલા મોબાઈલ ફોનના ડેટા કેબલની મદદથી નિક્કીનું ગળું દબાવી દીધું હતું. આરોપી સાહિલ ત્યાર બાદ મિત્રાંવ ગામની સીમમાં આવેલા તેની માલિકીના ઢાબા પર ગયો અને મહિલાની લાશને રેફ્રિજરેટરમાં મૂકી દીધી. તે પછી તે તેના ઘરે ગયો અને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા.
આ મામલો શ્રધ્ધા વાલ્કર હત્યા કેસ સાથે નજીકથી મળતો આવે છે. 27 વર્ષીય શ્રદ્ધાની તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેણે તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા અને તેના ભાગોને દિલ્હીના જંગલમાં ફેંકી દીધા હતા. ગયા વર્ષે 12 નવેમ્બરે દિલ્હી પોલીસે આફતાબની ધરપકડ કર્યા પછી શ્રદ્ધા વાલકરની હત્યા અંગેની ગંભીર વિગતોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular