દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે(LG) આમ આદમી પાર્ટી(AAP) પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીના LGએ મુખ્ય સચિવને આદેશ આપ્યા છે કે AAP દ્વારા સરકારી જાહેરાતોના નામ પર અપાયેલી રાજકીય જાહેરાતો માટે 97 કરોડ રૂપિયા વાસુલવામાં આવે. LGએ આ નિર્દેશ 2015ના સુપ્રીમ કોર્ટના આદેશ, 2016ના દિલ્હી હાઈકોર્ટના આદેશ અને 2016ના CCRGA (Committee on Content Regulation in Government Advertising)ના આદેશના આધારે આપ્યા છે, દિલ્હીની AAP સરકાર પર જેનો ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
એલજીએ મુખ્ય સચિવને આપેલા આદેશમાં એ પણ નિર્દેશ આપ્યો છે કે સપ્ટેમ્બર 2016 થી તમામ જાહેરાતો CCRGA ને તપાસવા અને ખાતરી કરવા માટે મોકલવામાં આવે કે શું તે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર છે કે કેમ?
આ સિવાય દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કેજરીવાલ સરકાર પાસે પેન્ડિંગ કેન્દ્રના 11 મહત્વના પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. એલજી ઓફિસના અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી.