નવી દિલ્હીઃ દિલ્હીના કંજાવાલા કેસમાં અંજલિને 12 કિમી સુધી ઘસડીને લઈ જનારા આરોપીઓ સામે એક્શન લીધા બાદ હવે દિલ્હી પોલીસના એ કર્મચારીઓ કાર્યવાહી કરવામાં આવી છે જેઓ એ દિવસે ફરજ પર હાજર હતા. પહેલી જાન્યુઆરીના રોહિણી જિલ્લામાં પીસીઆર અને પિકેટની ફરજ પર હાજર 11 પોલીસ કર્મચારીની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસનાં વરિષ્ઠ અધિકારી શાલિની સિંહના રિપોર્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પોલીસને એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપીઓ સામે આઈપીસીની ધારા 302 હેઠળ હત્યાનો ગુનો નોંધીને તપાસ કરવાના આદેશમાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસ દ્વારા આ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા આ મહત્ત્વનો આદેશ દિલ્હી પોલીસને આપવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા જે વખતે ઘટના બની એ સુરક્ષા માટેની શું ગોઠવણ કરવામાં આવી હતી એ અંગે જિલ્લાના ડીએસપી દ્વારા માહિતી આપવામાં આવે. જો તેમની પાસે કોઈ ઉચ્ચિત ઉત્તર નથી તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય બીજા એક નિર્દેશમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં આ ઘટના બની છે તેની આસપાસના વિસ્તારમાં લાઈટિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.