Illegal Bar row: દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતાઓને ફટકારી નોટીસ, કહ્યું સ્મૃતિ ઈરાનીની દિકરી વિરુદ્ધ કરેલી આપત્તિજનક પોસ્ટ 24 કલાકમાં ટ્વિટ હટાવો

દેશ વિદેશ

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ લગાવનારા કોંગ્રેસ નેતાઓને દિલ્હી હાઈ કોર્ટે ઝાટકણી કાઢી છે. મળતી માહિતી અનુસાર સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં, ત્યાર બાદ દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેડા અને નેટ્ટા ડિસૌઝાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. એટલું જ નહીં આ અંગે કરવામાં આવેલા ટ્વીટ્સ 24 કલાકમાં હટાવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, જો કોંગ્રેસ નેતા ટ્વીટ નહીં હટાવે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ ટ્વીટને હટાવી નાંખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા હોવાથી સ્મૃતિ ઈરાનીએ જયરામ રમેશ અને પવન ખેડા વિરુદ્ધ બે કરોડની માનહાનિનો કેસ કર્યો હતો. ઈરાનીએ કહ્યું હતું કે, મારી દીકરી ભણે છે. બાર ચલાવતી નથી. મારી દીકરી પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.
દિલ્હી હાઈ કોર્ટે આ મામલે નોટિસ ફટકાર્યા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, આ મામલે કોર્ટ સમક્ષ તથ્યો રજૂ કરવામાં આવશે અને સ્મૃતિ ઈરાની આ મામલાને ભટકાવી રહી છે. તેમના આ પ્રયાસને નિષ્ફળ કરીશું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.