Homeદેશ વિદેશરાજધાનીનો શ્વાસ રૂંધાયો! શાળાઓ બંધ, કર્મચારીઓને WFH લાગુ

રાજધાનીનો શ્વાસ રૂંધાયો! શાળાઓ બંધ, કર્મચારીઓને WFH લાગુ

દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું રે રાજધાનીમાં ટ્રકની એન્ટ્રી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફક્ત આવશ્યક સામાનની હેરફેર કરતા ટ્રકને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે. સીએનજી અને ઈલેક્ટ્રિક ટ્રકને પરવાનગી આપવામાં આવશે.

CAQM દ્વારા સીવિયર પ્લસ કેટેગરીને એનાલાઈઝ કરીને નવા પ્રતિબંધો માટે નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પહેલેથી નિર્માણ કાર્યો પર રોક લગાવવામાં આવી છે. દિલ્હીમાં પર્યાવરણ સંબંધિત જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની નિગરાની રાખવા માટે છ સભ્યોની મોનિટરિંગ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. હરિયાણા અને યુપીના મુખ્ય પ્રધાનને પત્ર લખીને ત્યાંથી આવનારી ગાડીઓને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ડાઈવર્ટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવશે.

વધુમાં પર્યાવરણ પ્રધાને જણાવ્યું હતું કે, દિલ્હી સરકારના 50 ટકા કર્મચારીઓે વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે. પ્રાઈવેટ કંપની માટે પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. નાઈટ ડ્યૂટી કરતાં ગાર્ડ્સને હીટર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દિવાળી બાદ રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવામાં આવે એવી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર 10મી નવેમ્બરે સુનાવણી થશે. પ્રદૂષણ અંગે દિલ્હીના CM કેજરીવાલે જણાવ્યું હતું કે પંજાબમાં પરાલી બાળવામાં આવી રહી છે તો તેની જવાબદાર અમારી સરકાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસો કર્યા છે અને આગામી વર્ષ સુધીમાં તેમાં ઘટાડો કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular