સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીજળી સબસિડી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે જો લોકોને વીજળી સબસિડી જોઈતી હોય તો તેમણે ફોન નંબર પર મિસકોલ આપવો પડશે, ત્યારબાદ તેમને ફોર્મ મળી જશે. દિલ્હીમાં 1 ઓક્ટોબરથી વીજળી બિલ અંગેનો નવો નિયમ લાગુ થશે. આમાં માત્ર એવા લોકોને જ વીજળી બિલ પર સબસિડી મળશે જેઓ ફ્રી વીજળી ઈચ્છતા હશે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે કેટલાક લોકોને સબસિડી જોઇતી નથી. તેથી સરકાર હવે ફ્રી વીજળી માટે ફોન દ્વારા લોકોની મંજૂરી લઇ રહી છે. હવે 1 ઓક્ટોબરથી જે લોકો ઈચ્છે છે તેમને જ સબસિડી મળશે. આ માટે લોકોએ ઈલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે અપીલ કરવા માટે દરેકે એક ફોર્મ ભરવાનું રહેશે, તેમને બિલની સાથે ફોર્મ પણ મળશે. તમારે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, તો જ તમારી સબસિડી ચાલુ રહેશે.

કેજરીવાલે કોલ કરવા માટેના નંહરની પણ જાહેરાત કરી હતી. જે નંબર છે 70113111111. લોકોએ આ નંબર પર કોલ કરવાનો રહેશે. ત્યાર બાદ ફોર્મ આવશે અને તેને ભરીને સબમિટ કર્યા પછી તમારી સબસિડી ચાલુ રહેશે.

Google search engine