Delhi Excise Policy: એક્સાઇઝ પોલિસી કોભાંડની તપાસમાં EDની મોટી કાર્યવાહી, દેશભરમાં 40 સ્થળો પર દરોડા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કોભાંડને લઈને તપાસ એજન્સીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) શુક્રવારે દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ EDની ટીમે દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી-એનસીઆરના દારૂના વિક્રેતાઓ, વિતરકો અને સપ્લાય ચેઇન નેટવર્કના પરિસર પર પાડવામાં આવ્યા છે. અગાઉ, કેન્દ્રીય તપાસ એજન્સીએ 6 સપ્ટેમ્બરે દેશભરમાં લગભગ 45 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસી સવાલોના ઘેરામાં છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરની પણ તપાસ કરી હતી.
દરોડા પછી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દરોડામાં કંઈ મળ્યું નથી. તેણે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્કૃષ્ટ કામથી પરેશાન છે. તે જ સમયે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સિસોદિયાનો બચાવ કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા.
દિલ્હીના એલજીએ સચિવના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ રિપોર્ટ 8 જુલાઈએ મોકલવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષે લાગુ કરાયેલી એક્સાઈઝ પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં એક્સાઈઝ પોલિસી (2021-22) બનાવવા અને અમલમાં લાવવામાં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને પોલિસીના અમલીકરણમાં ગંભીર ક્ષતિના આરોપો છે. CBIના દરોડા બાદ આ કેસની તપાસમાં EDની એન્ટ્રી થઇ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.