વિદેશી યુવતી સાથે કેબ ડ્રાઈવરે દિલ્હીમાં કરી અશ્લીલ હરકત! યુવતી સામે કર્યું Masturbate

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીમાં વિદેશી મહિલા સામે કેબ ડ્રાઈવરે અશ્લીલ હરકત કરી હોવાની ઘટના લામે આવી છે. મળતી માહિતી અનુસાર બ્રિટિશ યુવતી સામે કથિત રીતે કેબ ડ્રાઈવર હસ્તમૈથુન (Masturbate) કરી રહ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે. ઘટના દરમિયાન 23 વર્ષની લંડનની રહેવાસી અને વ્યવસાયે વકીલ યુવતી તેના ફ્રેન્ડની સાથે દિલ્હી એરપોર્ટથી સાઉથ દિલ્હીની એક હોટલ તરફ જઈ રહી હતી. તે પોતાના ફ્રેન્ડ સાથે ભારતભ્રમણ કરવા આવી હતી. આવતા વર્ષના ફેબ્રુઆરી સુધી દેશના અલગ અલગ વિસ્તારો એક્સપ્લોર કરવાની તેની યોજના હતી. તે દિલ્હી પહોંચીને તેમણે કેબ બુક કરી હતી અને બંને સામે કેબ ડ્રાઈવરે હસ્તમૈથુન કર્યું હતું. કેબ ડ્રાઈવરની આ હરકત પર યુવતીએ આપત્તિ વ્યક્ત કરી તો તેમને અપશબ્દો કહેવા લાગ્યો હતો અને આ ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપતો હતો. જોકે યુવતીએ તાત્કાલિક પોલીસ સાથે સંપર્ક સાધ્યો અને થોડા કલાકમાં તે લંડન પાછી જતી રહી હતી. યુવતીના સ્ટેટમેન્ટના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતાં. મળતી માહિતી અનુસાર આરોપી યુપીનો છે અને તેણે છ મહિના પહેલા કેબ ચલાવવાનું શરૂ કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.