Homeટોપ ન્યૂઝદિલ્હી આવી રહેલા અકાસા એર લાઇન્સના પ્લેન સાથે પક્ષી ટકરાયું અને....

દિલ્હી આવી રહેલા અકાસા એર લાઇન્સના પ્લેન સાથે પક્ષી ટકરાયું અને….

અમદાવાદથી દિલ્હી આવી રહેલી આકાસા એરની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયાની ઘટના પ્રકાશમાં આવી છે. પક્ષી અથડાયા બાદ પ્લેન દિલ્હી એરપોર્ટ પર જ લેન્ડ થયું હતું. જોકે, ફ્લાઈટને નુકસાન થવાના સમાચાર સામે આવ્યા છે. લેન્ડિંગ બાદ દિલ્હીમાં ફ્લાઈટના રેડોમમાં નુકસાન જોવા મળ્યું હતું. અકાસાની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ ઓગસ્ટમાં શરૂ થઈ હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું કે 27 ઓક્ટોબરે Akasa B-737-8 (Max) એરક્રાફ્ટ VT-YAF ઓપરેટિંગ ફ્લાઈટ QP-1333 (અમદાવાદ-દિલ્હી)થી 1900 ફૂટની ઊંચાઈએ જતાં સમયે પક્ષી સાથે અથડાયું હતું. લેન્ડિંગ બાદ દિલ્હીમાં ફ્લાઈટના રેડોમમાં નુકસાન જોવા મળ્યું હતું.
નોંધનીય છે કે મોટાભાગની બર્ડ હીટની ઘટનાઓ ત્યારે બને છે જ્યારે પક્ષી વિન્ડસ્ક્રીન સાથે અથડાય છે અથવા જેટ એરક્રાફ્ટ એન્જિનમાં ફસાઈ જાય છે. વિશ્વભરમાં, કમર્શિયલ પ્લેનને બર્ડ હિટને કારણે વાર્ષિક $1.2 બિલિયન સુધીનું નુકસાન થાય છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પક્ષીઓના મારથી એરલાઇન્સને દર વર્ષે 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે એરક્રાફ્ટના ટેકઓફ અથવા લેન્ડિંગ સમયે બર્ડ હિટની ઘટનાઓ વધુ હોય છે. કારણ કે તે દરમિયાન પક્ષીઓ પ્લેન સાથે સરળતાથી અથડાઈ શકે છે. એરપોર્ટ તરફ ઉડતા પક્ષીઓ વિમાનો માટે જોખમી બની જાય છે.

RELATED ARTICLES

Most Popular