ઉદયપુર દરજીની હત્યા બાદ ભાજપના આ નેતાને મળી રહી છે ધમકીઓ

ટૉપ ન્યૂઝ

ઉદયપુર હત્યાકાંડે સમગ્ર દેશમાં ચકચાર ફેલાવી દીધી છે. આ ઘટનાને પગલે ઉદયપુરમાં તંગદિલી ભર્યો માહોલ છે. આ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા દિલ્હી ભાજપના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
નવીન કુમાર જિંદાલે જણાવ્યું હતું કે બે મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ દરજીની હત્યા કર્યાના કલાકો પછી તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રહેતા નવીન કુમાર જિંદાલને મોહમદ પયગંબર પર કરેલી આપત્તિજનક ટ્વિટને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
નવીન જિન્દાલે ટ્વીટમાં જણવ્યું હતું કે, “આજે સવારે લગભગ 6.43 વાગ્યે મને ત્રણ ઈમેલ મળ્યા, જેમાં ભાઈ કન્હૈયા લાલનું ગળું ચીરીને હત્યા કરવાનો વીડિયો અટેચ કરેલો હતો. મને અને મારા પરિવારને આ રીતે ધમકી અપાઈ છે. હાલ મેં પોલીસને જાણ કરી છે.’

નોંધનીય છે કે ભાજપના પ્રવક્તા પદ પર રહેતા નુપુર શર્માએ ટીવી ડીબેટ દરમિયાન અને નવીન જિન્દાલે ટ્વીટમાં કથિત રીતે ઇસ્લામ ધર્મ પર ટીપ્પણી કરી હતી જે સમાજના અમુક વર્ગના લોકોને વાંધાજનક લાગી હતી અને જેની ભારત જ નહિ પરંતુ વિદેશમાં પણ નિંદા થઇ હતી. ત્યાર બાદ પક્ષે કાર્યવાહી કરતા બંનેને સસ્પેન્ડ કરી દીધા હતા. ઉદયપુરના મૃતક કન્હૈયાલાલે સોશિયલ મીડિયા પર ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન જાહેર કર્યું હતું. જેને લઈને બે જિહાદી માનસિકતા ધરાવતા શખ્સો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ જાહેર કરેલા એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપવામાં આવી હતી. જેને લઈને નુપુર શર્મા અને નવીન જિંદાલના જીવને જોખમ વધ્યું છે.
રાજસ્થાનથી લોકસભાના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટના વિષે જણાવ્યું હતું કે કહ્યું કે, ‘જે માનસિકતા આપણે અફઘાનિસ્તાનમાં જોઈએ છીએ તે મારા શાંત રાજસ્થાનમાં જોવા મળી. પીએમને પણ ધમકી મળી રહી છે, પીએમને આવી ધમકીની ચિંતા નથી. દેશના કરોડો લોકોના આશીર્વાદ તેમની સાથે છે. આ કૃત્યો પાછળના લોકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.