સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું દિલ્હી

દેશ વિદેશ

New Delhi: દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પહેલી જૂનથી હાઈડ્રો અને સોલાર પાવર એનર્જી પર ચાલનારું દેશનું પહેલું એરપોર્ટ બની ગયું છે. વર્ષ 2030 સુધીમાં ‘નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટ’ લક્ષ્ય હાંસલ કરવાનો હેતું છે, એવું દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ બુધવારે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 1 જૂનથી, એરપોર્ટની લગભગ 6 ટકા વીજળીની જરૂરિયાત ઓન-સાઇટ સોલાર પાવર પ્લાન્ટમાંથી પૂરી કરવામાં આવી રહી છે, જ્યારે બાકીની 94 ટકા ઊર્જા હાઇડ્રોપાવર પ્લાન્ટમાંથી આવી રહી છે.

“IGI એરપોર્ટના કાર્ગો ટર્મિનલની એરસાઇડ અને છત પર સૌર પ્લાન્ટ છે. હાઈડ્રોપાવર માટે DIALએ 2036 સુધી એરપોર્ટને હાઈડ્રોઈલેક્ટ્રીસિટી સપ્લાય કરવા માટે હિમાચલ પ્રદેશ સ્થિત હાઈડ્રોપાવર ઉત્પાદક કંપની સાથે લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે,” એમ DIALના પ્રવક્તાએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે એરપોર્ટ પાસે એરસાઇડ પર 7.84 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ છે. તાજેતરમાં હિતધારકોના સહયોગના ભાગરૂપે કાર્ગો ટર્મિનલ ખાતે અન્ય 5.3 મેગાવોટનો રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ ઉમેરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ લાંબા સમયથી સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યું છે અને હવે તે હાઈડ્રોપાવર પ્લાન્ટથી તેની મુખ્ય વીજળીની જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.