નવી દિલ્હીઃ નવી દિલ્હીના કંજાવાલા જેવો જ એક બીજો બનાવ આગ્રા દિલ્હી હાઈવે પર જોવા મળ્યો હતો. જેમાં અકસ્માત બાદ રસ્તા પર પડી રહેલો યુવકનો મૃતદેહ ધુમ્મસના કારણે નહીં દેખાતા રસ્તા પરથી પસાર થઈ રહેલાં અનેક વાહનો તેના પરથી પસાર થતાં રહ્યા.
જ્યાં સુધી માહિતી મળી મળી ત્યાં સુધી મૃતદેહ ટૂકડાઓમાં વિખેરાઈને પડ્યો હતો. 100 મીટરના પરિસરમાં યુવકના મૃતદેહના ટુકડા જોવા મળ્યા હતા અને પોલીસે પાવડા અને કુહાડીની મદદ લઈને માંસના લોચા પોલિથીન બેગમાં ભેગા કર્યા હતા. ત્યાર બાદ મૃતદેહના આ અંશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
આ અકસ્માત કઈ રીતે થયો તેના વિશેની કોઈ માહિતી મળી નથી, આ યુવક અહીંયા શું કરી રહ્યો હતો તેની માહિતી મળી શકી નહોતી. પોલીસ મૃતકના પરિવારને સંપર્ક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એક્સિડન્ટ રાતના સમયે થયો હશે. નજીકના ધાબા પર કામ કરી રહેલાં લોકોએ જણાવ્યું કે પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. અડધા કલાક સુધી તો 112 નંબર પર કોઈ કોલ નહીં લાહ્યો. અને ત્યાર બાદ કોલ લાગ્યો તો પોલીસને આવતા 10 મિનીટનો સમય લાગ્યો હતો.
પોલીસે આપેલી માહિતી અનુસાર ધુમ્મસને કારણે વાહનો મૃતદેહ પરથી પસાર થયા હશે, અને તેને કારણે મૃતદેહ ટુકડાઓમાં વિખેરાઈ ગયો હતો. સવારે જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલાં મુસાફરે મૃતદેહના બાજુમાંથી મળી જેકેટની તપાસ કરી તો તેમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ અને આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના પરથી તેની ઓળખ ગૌરવ ચરણ તરીકે અને તે ગોવિંદ નગર ભીંડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.