Homeટોપ ન્યૂઝબેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે! આજે જ ફોનમાંથી આ એપ્સ...

બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ શકે છે! આજે જ ફોનમાંથી આ એપ્સ ડિલીટ કરો

સ્માર્ટફોનના આગમનથી વપરાશકર્તાઓ પર જવાબદારી પણ વધી રહી છે. સૌથી મહત્વની બાબત છે સાયબર સુરક્ષા. મોબાઈલમાં કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત ખબર પડતી નથી અને અચાનક બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. આવી કેટલીક ટિપ્સ જાણીએ જે તમારા બેંક ખાતાના નાણાંને સુરક્ષિત રાખશે અને તમારી ગોપનીયતા પણ જાળવી રાખશે. ગૂગલે પ્લે સ્ટોરમાંથી ભૂતકાળની કેટલીક એપ્સ હટાવી દીધી છે. આ તમામ એપ્સ પરમિશન વગર યુઝરનો ડેટા મેળવી રહી હતી. મેટા (ફેસબુક) એ દાવો કર્યો છે કે 1 મિલિયન વપરાશકર્તાઓએ તેમના સ્માર્ટફોન પર આવી એપ્લિકેશનો ડાઉનલોડ કરી છે જે તેમના વ્યક્તિગત ડેટાની ચોરી કરી રહી છે. એટલે કે, જો તમારા ખાતામાં આવી એપ્સ છે, તો તે તમારો વ્યક્તિગત ડેટા તેમજ બેંક ખાતા સાથે સંબંધિત માહિતી મેળવી શકે છે.
Walls Light, Big Emoji, Grad Wallpapers, Effect Mania, Art Filter જેવી કોઇ એપ તમારા ફોનમાં હોય તો તમારે તેને તરત જ અનઈન્સ્ટોલ કરી દેવી જોઈએ. તેમને મોબાઈલમાં રાખવાથી તમારો મોબાઈલ VPN સાથે કનેક્ટ થઈ જાય છે અને હેકર્સ ફોનની દરેક માહિતી મેળવી શકે છે.
આઇફોન અને એન્ડ્રોઇડ યુઝર્સે એપ્સ ડાઉનલોડ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. Joker Malwareનો મામલો સામે આવ્યા બાદ ઘણી ટેક કંપનીઓની ચિંતા પણ વધી ગઈ છે અને સ્માર્ટફોન પણ યુઝર્સ માટે માથાનો દુખાવો બની ગયા છે. ગુગલ પ્લેસ્ટોરમાં આવી ઘણી એપ્સ છએ જે તમારી જાણ વગર તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. અહીં કેટલીક ટીપ્સ આપીએ છીએ જે તમને ઘણી મદદરૂપ થશે.
જ્યારે પણ તમે ફોન પર કોઇ એપ ડાઉનલોડ કરો છો ત્યારે તે પહેલા પરવાનગી માગે છે. જો કોઇ એપ ફોનમાં દરેક વસ્તુ માટે પરવાનગી માંગી રહી છે તો એવી એપ શંકાસ્પદ હોઇ શકે છે. તમારે આવી એપ ડાઉનલોડ કરવી નહીં જોઇએ. કોઇ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા પ્રોટેક્શન ઓન કરી લેવું જોઇએ. એપ ડાઉનલોડ કરતા પહેલા એપની કંપનીની પૂરતી માહિતી મેળવી લેવી જોઇએ. એપનું રેટિંગ પણ ચેક કરવું જોઇએ. મોબાઇલને સુરક્ષિત રાખવા માટે, ‘ઓપ્ટિમાઇઝિંગ’ અને ‘ક્લીનિંગ’નો ઓપ્શન પણ બેસ્ટ છે. સુપર ક્લીન, રોકેટ ક્લીનર આ માટે શ્રેષ્ઠ છે. જોકે, આ પછી ગૂગલની ટીમ પણ તમારા ફોનની સુરક્ષા માટે કામ કરતી રહે છે.
આ ઉપરાંત જ્યારે પણ તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે તમારે પહેલા એપ વિશે માહિતી મેળવવી જોઈએ. ઘણી વાર આપણે આ બાબતને નજરઅંદાજ કરતા હોઇએ છીએ અને ત્યાર બાદ તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. નીચે જણાવેલી તમામ 17 એપ્સને ગૂગલે હવે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે, પરંતુ જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ હોય તો તેને તરત જ અનઇન્સ્ટોલ કરો.
Call Recorder APK (com.caduta.aisevsk)
Rooster VPN (com.vpntool.androidweb)
Super Cleaner- hyper & smart (com.j2ca.callrecorder)
Document Scanner – PDF Creator (com.codeword.docscann)
Universal Saver Pro (com.virtualapps.universalsaver)
Eagle photo editor (com.techmediapro.photoediting)
Call recorder pro+ (com.chestudio.callrecorder)
Extra Cleaner (com.casualplay.leadbro)
Crypto Utils(com.utilsmycrypto.mainer)
FixCleaner (com.cleaner.fixgate)
Just In: Video Motion (com.olivia.openpuremind)
com.myunique.sequencestore
com.flowmysequto.yamer
com.qaz.universalsaver
Lucky Cleaner (com.luckyg.cleaner)
Simpli Cleaner (com.scando.qukscanner)
Unicc QR Scanner (com.qrdscannerratedx)

RELATED ARTICLES

Most Popular