ગુજરાતનું એક અનોખું શહેર છે અમદાવાદ. ઘણા ઐતિહાસિક અને આધુનિક સ્થળો અહીં આવનારાને આકર્ષિત કરે છે. જી-20 અંગર્ગત યોજવામા આવેલા અર્બન-20 સમિટમાં ભાગ લેનારા દેશ-વિદેશના મહેમાનો બુધવારે અમદાવાદ આવ્યા છે ત્યારે તેમણે અહીંના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને રીક્ષામાં પણ ફર્યા હતા. 35 જેટલા દેશ-શહેરના પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લેવાના છે. તેમને એરપોર્ટ પર જ ગુજરાતી પરંપરા અનુસાર આવકારવામા આવ્યા હતા.
ગુજરાતી સંગીત અને પહેરવેશ જોઈને તેઓ ઘમા રોમંચિત થયા હતા. ઈન્ડોનેશિયા-જાકાર્તાના મહેમાનોને ચણિયાચોલી ખૂબ જ ગમતા તેમણે અહીંના લો-ગાર્ડ્નના બજારની મુલાકાત પણ લીધી હતી. મહેમાનોએ સિદ્દી સૈયદની જાળી, હઠીસિંહના ડેરા જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. તો ઘણાએ ઓટો રિક્ષાની સફર માણી હતી. ગુરુ અને શુક્રવારે અમદાવાદમાં બેદિવસીય સમિટ યોજાશે.