નવી દિલ્હીઃ સુરત સેશન્સ કોર્ટે માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સજા ફરમાવી હતી. હવે આ ચુકાદાને પડકારનારી અરજી તૈયાર છે અને કોર્ટના આ ચુકાદાને પડકારવા માટે રાહુલ ગાંધી સુરત જશે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની અરજીમાં સેશન્સ કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા પછી મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની માગણી કરી છે. આ કેસમાં દોષ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી સ્ટે મૂકવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા અને કોર્ટના ચુકાદા સામે અપીલ કરવા માટે પણ 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, ત્યારબાદ લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.
સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યા પછી કોંગ્રેસની સાથે અન્ય વિરોધપક્ષે એ પ્રક્રિયાને વખોડી નાખી હતી. સંસદપદ રદ કરવામાં આવ્યા પછી લોકસભામાં પણ કોંગ્રેસ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાહુલ ગાંધીની સજામાં રોક લગાવવાની સાથે વાયનાડની લોકસભાની સીટ માટે વિશેષ ચૂંટણી જાહેર થવાના અહેવાલને લઈને વિપક્ષે વિરોધ ચાલુ રાખ્યો હતો. સજાને કારણે રાહુલ ગાંધી આગામી આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં, એવું પણ જણાવ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના સામે માનહાનિનો કેસ કર્યો હતો, જેમાં રાહુલે તમામ ચોરની એક જ સરનેમ મોદી કેમ હોય છે એવું 2019માં લોકસભાની ચૂંટણીની રેલીને સંબોધતા જણાવ્યું હતું.