Homeટોપ ન્યૂઝમાનહાની કેસ: રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી...

માનહાની કેસ: રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

મોદી અટક બદનક્ષીના કેસમાં સુરતની જીલ્લા અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 2 વર્ષની સજા ફટકારી છે. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. ત્યારે હવે સભ્યપદ સમાપ્ત કરવાની જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કેરળના આભા મુરલીધરને રાહુલ ગાંધીના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેમણે લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે.
કેરળની વાયનાડ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે તેમને રાહુલ ગાંધીને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલા વ્યક્તિને ‘દોષિત ઠર્યાની તારીખથી’ સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં છે. આ સાથે, તે વ્યક્તિ સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. જો રાહુલ ગાંધીની સજા યથાવત રહેશે તો તેઓ 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -