Homeટોપ ન્યૂઝબાજીરાવ-મસ્તાનીમાં પડશે ભંગાણ???

બાજીરાવ-મસ્તાનીમાં પડશે ભંગાણ???

બી ટાઉનનું મોસ્ટ લવેબલ, ક્યુટ, રોમાંટિક કપલ ગણાતું કદાચ હવે છૂટા પડવાની તૈયારીમાં છે એવી વાતોથી અત્યારે ઇન્ડસ્ટ્રીનું માર્કેટ એકદમ ગરમ છે અને આ કપલ એટલે આપણી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ..આ આ પહેલાં પણ બંને જણ છૂટા પડી રહ્યા છે એવી વાતો વહેતી થઈ હતી, પરંતુ એ વખતે બંને જણે એકબીજા સાથેનો ફોટો શેયર કરીને આ વાતને રદિયો આપ્યો હતો.
હવે ફરી બંને જણ વચ્ચે સબ ઠીક ન હોઈ તેઓ ટૂંક સમયમાં જ છુટ્ટાછેડા લઈ રહ્યા છે એવી વાતો વહેતી થઈ છે અને આ વખતે બંનેમાંથી કોઈએ ન તો આ વાતને નકારી છે કે ન તો સ્વીકારી છે…. પરંતુ હવે આ વાત પર વિશ્વાસ થાય એવા અનેક કારણો ચાહકો અને કેટલાક ખણખોદિયા લોકોએ શોધી કાઢ્યા છે અને ચાહકોને આ કારણો ખુદ બંને જણે સામે ચાલીને આપ્યા છે…ચાલો આખરે એવા તે કયા કારણો છે કે જેને કારણે રણવીર અને દીપિકા છૂટા પડી જશે એવી વાતને સમર્થન મળી રહ્યું છે.
સતત સોશિયલ મીડિયામાં એકબીજાના ફોટા વીડિયો અપલોડ કરનારા આ બન્ને જણે છેલ્લાં એક વર્ષમાં ખૂબ જ ઓછી પોસ્ટ કરી છે. એટલું જ નહીં વાર તહેવારે એક સાથે ફોટો કે વિડીયો નાખીને ચાહકોને શુભેચ્છા પાઠવનારા આ કપલે નવા વર્ષની શુભેચ્છાઓ પણ નથી આપી. એકલા રણવીરે જ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીને પોતે નારાજ હોવાનું જણાવ્યું હતું. આટલું ઓછું હોય તેમ બન્નેમાંથી એક પણ જણે મેરેજ એનીવર્સરીના દિવસે પણ એક પણ પોસ્ટ કરી નહોતી કે ન તો રણવીરે દીપિકાના જન્મ દિવસના કોઈ પોસ્ટ કરીને તેને શુભેચ્છાઓ પાઠવી.
આ બધી નાના નાના કારણો જ બંન્નેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવા તરફ ઈશારા કરી રહ્યા છે.. અને બન્ને જણ છૂટા પડી રહ્યા હોવાની વાતને સમર્થન આપવામાં નિમિત્ત બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular