દીપિકા પાદુકોણે રોહિત શેટ્ટીની ફેમસ કોપ યુનિવર્સમાં એન્ટ્રી કરી છે. નિર્દેશક રોહિતની નવી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં દીપિકા એક પોલીસ મહિલાની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે રોહિત તેની ફિલ્મમાં પોલીસ મહિલા બતાવશે. આ સમાચાર સામે આવતા જ દીપિકા પાદુકોણ અને સિંઘમ ફિલ્મના ચાહકો ખુશ થઈ ગયા છે.
દીપિકા બનશે લેડી સિંઘમ
આનાથી પણ વધુ ખુશીની વાત એ છે કે ફિલ્મ ’સિંઘમ અગેન’ સાથે અજય દેવગન ફરી એકવાર પડદા પર તેના પ્રખ્યાત બાજીરાવ સિંઘમની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે અજય અને દીપિકા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. દીપિકા પાદુકોણને લેડી સિંઘમની ભૂમિકામાં જોવા
ચાહકો પહેલેથી જ ઉત્સાહિત છે
વર્ષ ૨૦૧૧માં અજય દેવગને ફિલ્મ ‘સિંઘમ’થી પોતાના કોપ યુનિવર્સની
શરૂઆત કરી હતી. આમાં અજય દેવગને બાજીરાવ સિંઘમની ભૂમિકા ભજવી હતી અને તે દેશભરમાં લોકપ્રિય બન્યો હતો. વર્ષ ૨૦૧૪માં ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સ’ આવી હતી.