દીપિકા પાદુકોણ બોલીવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી છે, એમાં કોઇ શંકા નથી. તેણે હિન્દીની સાથે સાથે હોલીવૂડની ફિલ્મોમાં પણ નામ કમાવ્યું છે. અભિનેત્રીએ આ જ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેના ખૂબ વખાણ થયા હતા. હવે અભિનેત્રી ફરી એકવાર દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. અહેવાલ છે કે દીપિકા કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
હાલમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને આખું વિશ્વ ફિફા વર્લ્ડ કપ માટે પાગલ છે. દરેક વ્યક્તિ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરી રહ્યો છે. નોરા ફતેહી પણ ફિફા વર્લ્ડ કપમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણને કતારમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપમાં ટ્રોફીના અનાવરણની જવાબદારી સોંપવામાં આવી છે. FIFA વર્લ્ડ કપની ફાઇનલ 18 ડિસેમ્બર 2022 ના રોજ છે. આ માટે અભિનેત્રી બહુ જલ્દી કતાર માટે રવાના થશે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.