ભારતે ઓસ્કાર 2023માં બે એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્કારમાં દીપિકા પાદુકોણનો લુક અને તેની સ્પીચ સાંભળીને ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. આ ખાસ એવોર્ડ સમારંભમાં દીપિકા પાદુકોણે ઓસ્કારના પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. અભિનેત્રીએ આ ખાસ દિવસ માટે બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો, જે તેના દેખાવને બોલ્ડ બનાવી રહ્યો હતો. આ ડ્રેસ પહેરીને દીપિકા પાદુકોણે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન બધાની નજર દીપિકાના કાનની પાછળ બનેલા ટેટૂ પર ગઈ. દીપિકાએ પોતાના કાનની પાછળ બનાવેલા ટેટૂમાં કોનું નામ લખ્યું છે એ લોકોની ચર્ચાનો વિષય બન્યો છે.
દીપિકા પાદુકોણે આ બ્લેક ગાઉનની સાથે હાથમાં બ્લેક કલરના ગ્લોવ્સ પહેર્યા હતા. આ સાથે વાળને બનમાં બાંધ્યા હતા અને ગળામાં પાતળો નેકલેસ પહેર્યો હતો, જેમાં પીળો પથ્થર લગાવવામાં આવ્યો હતો. આ ગાઉન પહેરીને દીપિકાએ તેના લુકથી જ ધૂમ મચાવી હતી. તેની કિલર સ્ટાઇલે પણ ચાહકોને દિવાના બનાવ્યા હતા.
આ સમયે ચાહકોની નજર દીપિકાના કાનની પાછળ બનેલા ટેટૂ પર ચોંટી ગઈ હતી. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે દીપિકાએ ટેટૂમાં તે ખાસ વ્યક્તિનું નામ લખેલું છે. પહેલા ચાહકોને લાગ્યું કે દીપિકાએ રણવીર સિંહનું નામ લખાવ્યું છે. પરંતુ ના, એવું નથી. દીપિકાએ કાનની પાછળ 82°E લખ્યું છે. હવે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે, કે દીપિકાના જીવનમાં આનો અર્થ શું છે.
દીપિકાએ તેના ટેટૂ અંગે ફોડ પાડ્યો છે. તેણે જણાવ્યું છે કે તે 82°E સ્કિનકેર બ્રાન્ડની સહ-સ્થાપક છે. તેથી દીપિકાએ આ બ્રાન્ડનું નામ પોતાના કાનની પાછળના ભાગમાં ત્રોફાવ્યું છે, એટલું જ નહીં, દીપિકાએ ઓસ્કરમાં આ બ્રાન્ડને પ્રમોટ પણ કરી હતી.
રણવીર સિંહ નહીં, દીપિકા પાદુકોણે તેના કાનની પાછળ આ ખાસ નામનું ટેટૂ કરાવ્યું
RELATED ARTICLES