દીકરીએ જ કરી માતાની હત્યા
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઇના લાલબાગ વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી મહિલાનો ડિકમ્પોઝ્ડ મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ ઘરના કબાટમાં એક પ્લાસ્ટીકની થેલીમાંથી મળ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ આશ્ચર્યચકીત થઇ ગઇ છે. પોલીસને મહિલાની હત્યાની શંકા છે અને શંકાની સોઇ હાલમાં મૃતક મહિલાની 22 વર્ષની દિકરી તરફ છે. જોકે હત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી. પોલીસે મૃતક મહિલાની દિકરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
મિડીયા રિપોર્ટ મુજબ આ મહિલાના ભાઇએ તેની ભાળ નથી મળી રહી તેવી ફરિયાદ મંગળવારે મોડી સાંજે પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે પોલીસે મહિલાના ઘરમાં જઇ તપાસ કરી ત્યારે ઘરના કબાટમાં પ્લાસ્ટીકની થેલીમાં એક મહિલાનો ડિકમ્પોઝ્ડ મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા ખબર પડી કે મૃતદેહ એ જ મહિલાનો છે જે લાપતા હોવાની ફરિયાદ તેમના ભાઇએ નોંધાવી હતી. જોકે પોલીસને એ વાતનું આશ્ચર્ય છે કે ઘર કે પાડોશીયોને કોઇ દુર્ગંધ ન આવી? પોલીસે મૃતદેહ કબજે કરી ફોરેન્સીક એક્સપર્ટ પાસે મોકલી આપ્યો છે.
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે જે મકાનમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે એ મકાનમાં 50-60 વર્ષની મહિલા અને એની દિકરી જ રહેતા હતા. બીજી બાજુ પાડોશીયોનું કહેવું છે કે એમણે બે મહિનાથી આ મહિલાને જોઇ જ નથી. આ કારણોસર પોલીસનો સિધો શક મૃતકની દિકરી પર ગયો હતો. અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ આ અંગે વધુ ખૂલાસો થઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ બેંગલુરુ રેલવે સ્ટેશન પરથી પણ એક મહિલાનો પ્લાસ્ટીકના ડ્રમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અને હવે મુંબઇમાં ઘરના તબાટમાંથી પ્લાસ્ટીકની થેલીમાં લપેટાયેલો મહિલાનો મૃતદેહ મળ્યો છે.
હમણાં જ જાણવા મળ્યું છે કે લાલબાગમાં ઘરમાંથી મહિલાનો ડિકમ્પોઝ્ડ મૃતદેહ મળવાની ઘટનામાં પોલીસે જણાવ્યું છે કે ત્રણ મહિના પહેલા, 55 વર્ષીય મહિલાની તેની પુત્રી દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. વીણા જૈનની પુત્રી રિમ્પલ જૈના કોયતા અને છરી દ્વારા માતાની હત્યા કરી હતી અને તેના શરીરના ભાગો બાથરૂમમાં અને અન્ય જગ્યાએ છુપાવી દીધા હતા. સડેલી હાલતમાં લાશ મળ્યા બાદ કાલાચોકી પોલીસે તપાસમાં આ ખુલાસો થતા હડકંપ મચી ગયો છે. પોલીસે રિમ્પલની ધરપકડ કરી છે.