તમારું ઘર જજર્રીત હાલતમાં હોય, લોન ચૂકવવાની તાકાત ન હોય, માંડ કરીને ઘરમાં રાશન આવતું હોય ત્યારે તમે નવું ફર્નિચર વસાવવાની વાત કરો? નહીં ને. પણ આ તો અમદાવાદ મહાનગરપાલિકા. અહીં આઈએએસ અધિકારીથી માંડી પ્લાનિંગ કમિટીમાં નિષ્ણાતો હોવા છતાં તેમણે પ્રજાના કરવેરાના પૈસે આવું શો ઓફ કરવાનો પ્લાન બનાવી લીધો છે. ભારત જી.૨૦ સમિટનું યજમાનપદું કરી રહ્યું છે ત્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરને કરોડોનો ધૂમાડો અમદાવાદના સુશોભિકરણ માટે કરવાની પરવાનગી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું નથી. આ ઉપલક્ષમાં મનપા સ્ક્રેપ મટિરિયલમાંથી બનેલા ૮-૧૦ સ્ટેચ્યુ શહેરના વિવિધ ક્રોસરોડ પર લગાવશે. આ માટે ખાનગી કંપનીને ટેન્ડર વિના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઓગસ્ટ ૨૦૨૨માં જ મનપાએ રૂ.૩૫૦ કરોડનું ફંડ રાજ્ય સરકાર પાસેથી લેવાની જાહેરાત કરી હતી, જેથી રોજબરોજના ખર્ચને પહોંચી વળાય. મનપાએ રાજ્ય સરકારને કરોડો ચૂકવવાના બાકી છે અને કોન્ટ્રાક્ટરો પણ વર્ષો સુધી પૈસાની રાહ જોઈને બેઠા હોય છે. આ સાથે રોજબરોજના ખર્ચ કરવા માટે, જનતાની સમાન્ય માગણીઓ સંતોષવા માટે પણ ફંડની અછત સામે ધરવામાં આવે છે. શહેરમાં સિવિક ફેસેલિટીનો સદંતર અભાવ છે ત્યારે પ્રજાના કરવેરાના નાણાં પ્રજાની સુવિધા માટે નહીં, અને આવા દેખાડા કરવામાં વાપરવાની સલાહ પાલિકાને કોણ આપે છે અને પાલિકામાં જનપ્રતિનિધિઓ શું કરે છે, તે અમદાવાદની જનતાએ પૂછવા જેવો સવાલ છે.
ગજવામાં ફૂટી કોડી નથી, પણ એએમસી કરોડો ખર્ચશે દેખાડો કરવા
RELATED ARTICLES