Homeધર્મતેજકોની સાથે વાદ-વિવાદ? શું સિદ્ધ કરવું છે? આવો, આ નૂતન વર્ષે આમાંથી...

કોની સાથે વાદ-વિવાદ? શું સિદ્ધ કરવું છે? આવો, આ નૂતન વર્ષે આમાંથી મુક્ત થઈએ

માનસ મંથન -મોરારિબાપુ

તુલસી કહે છે, હું બુદ્ધિહીન છું. ‘રામચરિતમાનસ’ જેવા નિત નૂતન વાત કરવાવાળાં, અદ્ભુત ગ્રંથ આપવાવાળા મહાપુરુષ કહે છે કે હું બુદ્ધિહીન છું. સ્વાર્થથી આવ્યો છું, વિના સ્વાર્થ નથી આવ્યો. બુદ્ધિહીન છું, તેથી સુમિરૌ પવનકુમાર. હે પવનપુત્ર આપને હું સ્મરી રહ્યો છું. આપ ત્રણ વસ્તુ મને આપો, રૂબ રૂૂરુથ્ રુમદ્મળ ડજ્ઞવળ્ પળજ્ઞરુવ
હવે હનુમાનજીએ પૂછ્યું,કે પહેલાં દોહામાં તો ઘળજ્ઞ ડળ્રૂઇૂં થબ ખળફિ જે ચાર ફળ આપવાવાળી વાત છે, ત્યાં તો તમે કોઈ માગણી ન કરી. સામેથી આવી રહી હતી. હવે ત્રણ વસ્તુ સામેથી માગો છો, બલ, બુદ્ધિ અને વિદ્યા. તો તુલસીએ કહ્યું, ત્રણ માગી રહ્યો છું, બદલામાં છ, છ, પાંચ-સત્તર વસ્તુ આપું છું. ત્રણ વસ્તુ બળ, બુદ્ધિ, વિદ્યા આપો. હરહુ કલેશ વિકાર, સત્તર વસ્તુ હું તમને આપું છું, તમે ત્રણ વસ્તુ આપો. હું ઓછું માગી રહ્યો છું, આપું છું વધુ. હનુમાનજીના ચરણોમાં પ્રસ્તાવ રાખ્યો. આપણે પણ શીખીએ. રૂૂબ રૂૂરુથ્ રુમદ્મળ ડજ્ઞવળ્ પળજ્ઞરુવ બધાંથી પહેલાં મને બળ આપો. કારણ મેં સાંભળ્યું છે, તમે અતુલિત બલધામં છો. આપની પાસે બળ બહુ છે. ગોસ્વામીજી બળ માગે છે. તુલસીજી આગળ કહે છે કે,
લળઢૂ ર્લૈટ ઇંજ્ઞ ટૂપ ફઈંમળફજ્ઞ ॥
અલૂફ રુણર્ઇૈંડણ ફળપ ડળ્બળફજ્ઞ ॥
બાપ, ‘સાધુ સંત કે તુમ રખવારે’ નો સીધોસાદો અર્થ છે કે આપ સાધુસંતના રખેવાળ છો. તુલસીની આ રહસ્યપૂર્ણ પંક્તિમાં સાધુ અને સંતની પરિભાષામાં કંઈક તફાવત છે. ગુરુકૃપાથી મારી વ્યાસપીઠ જો કંઈ કહેવા માગે તો સાધુ અને સંતમાં પાંચ ભેદ છે. જેમની પાસે આ પાંચ વસ્તુ હોય એ સાધુ અને જેમની પાસે બીજી પાંચ વસ્તુ ન હોય એ સંત, એવું મારી જવાબદારી સાથે બહુ વિનમ્રતાપૂર્વક હું કહેવા માગું છું, મારું એવું માનવું છે, થોડું જાણવું પણ છે અને પૂરેપૂરું જોયું પણ છે. આવા પાંચ લક્ષણવાળા સાધુ અને એવી પાંચ વસ્તુ જેમનામાં ન હોય એવા સંત મેં જોયા છે.
પહેલાં સાધુની વાત કરીએ. સાધુની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે; સંતની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે. એ અકથનીય છે. છતાં પણ કેટલીક વાતોથી આપણે કંઈક પરિચય પ્રાપ્ત કરી શકીએ એટલા માટે કેટલાક મહાપુરુષોએ પોતપોતાની રીતે વાતો કરી છે. એક, જે વ્યક્તિને જોઈને તમને લાગે કે આ માણસ એકાંતપ્રિય છે, તો સમજવું કે એમણે સાધુપણાની એક શરત પૂરી કરી છે, એકાંતપ્રિયતા. અને એવા સાધુનું રખવાળું આ હનુમાન કરે છે. સાધુ એટલે જે માત્ર સફેદ ધોતી-ઝભ્ભો પહેરે, તિલક કરે, માળા રાખે, એટલામાં જ સાધુતા આવતી નથી; કોઈ ભગવાં કપડાંમાં પણ નહીં. એ બધું સારું છે, મહિમાવંત છે, એ બધાને આદર આપીએ, પરંતુ જેમને એકાંત પ્રિય છે એ સાધુ છે. સાધુ ભીડનો હિસ્સો નથી બની શકતો; સાધુ-સંમેલન નથી થઈ શકતા. આદિ શંકરાચાર્ય જગદ્ગુરુ કહે છે, ‘ઊઇંળધ્ટજ્ઞ લૂઈંપળશ્ર્ન્રૂટળપ ’ આપણું સાધુપણું આપણે કેમ નિર્મિત નથી કરી શકતા ? કેમકે આપણે એકાંત નથી મેળવી શકતા! તમોગુણ આપણને ઉઠવા નથી દેતો અને રજોગુણ ક્યારેય આરામ કરવા નથી દેતો! તમોગુણ નિદ્રા છે; એ તમને પ્રમાદ-આળસમાં રાખશે. એક ઉંમર થઈ જાય પછી ધીરે-ધીરે સત્સંગથી વિવેક પ્રાપ્ત કર્યો હોય તો પ્રભુને રજોગુણ ઓછો કરવાનું કહો. આ અવસર હરિભજનનો છે.
પોતાના પિતાને પુત્ર સમજાવે છે, ‘પિતાજી, હવે છોડો રજોગુણ; ઉંમર થઈ ગઈ, હવે ધર્મ સેવો. હે પિતાજી, લોકધર્મ છોડો, સાધુપુરુષને સેવો.’ કેવા સાધુ? જેમને એકાંત પ્રિય હોય. અને તમારે કામ છોડવું નહીં પડે, તમે સાધુસેવામાં લુબ્ધ થઈ જશો તો કામ છૂટી જશે. કપિલ ભગવાન મા દેવહૂતિને કહે છે કે, આ જીર્ણ ન થનારી આસક્તિ છે. આ આસક્તિ જો કોઈ સાધુમાં લાગી જાય તો મુક્તિનો દરવાજો ખૂલી જાય. ‘પિતાજી, બીજાના ગુણ અને દોષનું ચિંતન બંધ કરી દો.’ ગુણ રાગ પેદા કરશે અને અવગુણ દ્વેષ પેદા કરશે. બને તો બીજાની થોડી સેવા કરો. બાકી જ્યાં હરિની કથા ચાલતી હોય ત્યાં અમૃતનું પીણું પીધાં કરો, એવું ‘ભાગવત’માં લખ્યું છે. તો, ‘માનસ’માં કહેવાયું છે-
રુઘધ્વઇંજ્ઞ હમણ લપૂત્ લપળણળ
ઇંઠળ ટૂબ્વળફિ લૂધઉં લફિ ણળણળ
બીજું, સાધુ જો ભીડમાં બેઠાં હોય તો પણ આપણને અંદરથી સમજમાં આવે કે ભીડમાં બેઠા છે છતાં પણ પ્રશાંત છે. પહેલું સૂત્ર એકાંત; બીજું સૂત્ર પ્રશાંત. એવા સાધુને સ્થૂળ રૂપમાં ભીડ ગમતી નથી. મોકો મળતાં જ એ એકલા થઈ જાય છે. અને ભીડમાં પણ આપણને એવો અનુભવ થવા લાગે કે આ માણસ પ્રશાંત છે.
યર્ળૈટળઇંળર્ફૈ ધૂઘઉંય્રૂર્ણૈ ક્ષદ્મણળર્ધૈ લૂફજ્ઞયપ્ર
રુમ઼ળઢળર્ફૈ ઉંઉંણ લડર્યૈ પજ્ઞઊંમઞૃ યૂધર્ળૈઉંપ્ર ॥
બધા ખળભળાટ વચ્ચે જે પ્રશાંત લાગે, એવો કોઈ મળી જાય એ સાધુ છે. નિજ જીવનમાં એકાંતતા અને સમૂહજીવનમાં પ્રશાંતતા. હિન્દીનો એક શબ્દ છે ‘નિતાંત’, નિતાંતનો અર્થ છે પૂર્ણ. કહેવાય છે ને કે આ વસ્તુ નિતાંત આવશ્યક છે. કોઈ અભાવ નહીં; નિતાંત સંતુષ્ટિ; નિતાંત આનંદ; એક પ્રકારની પૂર્ણતા. સાધુ એ છે કે જેને પોતાના જીવનમાં ક્યારેય એવું ન લાગે કે મારામાં કંઈક ખામી છે, મારે આ મેળવવું છે; એવું લાગે કે થઈ ગઈ વાત, ખતમ ! એ તો સમજે, પરંતુ નિકટ આવનારા પણ સમજે કે આ માણસ પામી ગયો છે. મારી સમજ મુજબ નિતાંતતા સાધુનું એક લક્ષણ છે.
એકાંત, પ્રશાંત, નિતાંત; સાધુનું ચોથું લક્ષણ જલ્પાંત. પ્રાસમાં તો હું બેસાડી રહ્યો છું. જલ્પ એક વાદનું નામ છે. જેમના જીવનમાં ક્યારેય તમને એવું જોવા ન મળે કે આ માણસ વાદ-વિવાદ કરતો હશે. કોની સાથે વાદ-વિવાદ ? શું સિદ્ધ કરવું છે ? ‘માનસ’ વિવાદ નથી શીખવતું, માનસ’ સંવાદ શીખવે છે. સાધુ એ કોઈનો ઈજારો નથી; સૌનો અધિકાર છે સાધુ. વાદ-વિવાદમાં કેટલી ઊર્જા ખતમ થઈ જાય છે! સાધુ વાદ ન કરે. વાદ-વિવાદ પંડિતોનું ક્ષેત્ર છે.
જે એકાંતપ્રિય છે; ભીડમાં પ્રશાંત છે; જેમણે પૂરેપૂરું પામી લીધું છે; જે કોઈ સાથે વાદમાં ઊતરતા નથી. અને અંતે જે દીક્ષિત કરી લે એ સાધુ. મળી હતી કોઈ પાસેથી દીક્ષા. ‘છાપ-તિલક સબ છિની’, કરમકાંડ-વિધિ બધું છૂટી ગયું હોય; હવે કોઈ દીક્ષા નહીં, કોઈ બંદગી નહીં. ઘટના ઘટી ગઈ. ગુરુકૃપાથી વ્યાસપીઠ જવાબદારી સાથે કંઈક કહેવા માગે છે. આવો, હનુમાનજીનાં ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આ નૂતન વર્ષે આપણે આવું કંઈક કરી શકીએ, મેળવી શકીએ. સૌને નવા વર્ષની હાર્દિક વધાઈ.
(સંકલન: જયદેવ માંકડ)

RELATED ARTICLES

Most Popular