Homeઆપણું ગુજરાતબનાસકાંઠામાં બે કોરોનાગ્રસ્ત દરદીના મોત

બનાસકાંઠામાં બે કોરોનાગ્રસ્ત દરદીના મોત

ગુજરાતમાં કોવિડ કેસો વચ્ચે બનાસકાંઠામાં કોરોનાગ્રસ્ત બે દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે દરરોજ અહીં જે પ્રમાણે ટેસ્ટ થતા હોય છે એમાં વધુ 2 દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા છે. જોકે મૃત્યુઆંક 2 પર પહોંચતા સ્થાનિકોમાં ફરીથી કોવિડ પ્રત્યે સજાગ થવાનો સંદેશો પહોંચ્યો છે. બનાસકાંઠામાં કોરોનાથી મૃત્યુ પામેલા બે દર્દીઓની મેડિકલ હિસ્ટ્રી જોવામાં આવી હતી. જેમાં એક 25 વર્ષીય દર્દીનું મોત પણ થયું છે. જોકે વિગતો પ્રમાણે તે 2 વર્ષથી બીમાર હતો અને પછી કોવિડ પોઝિટિવ આવતા તેનુ મોત થયું છે.તેને ફેફસાનું ઇન્ફેક્શન થતાં સારવાર ચાલતી હતી અને બાદમાં ટીબી થયો હતો.જેનું ફેફસાંનું ફંગલ ઇન્ફેક્શન વધતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જોકે તેની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. જ્યારે અન્ય થરાદનાં તખુવા ગામનો 18 વર્ષનો ખેતીકામ કરતો યુવક એક મહિનાથી બીમાર હતો અને કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે મૃત્યુ પામ્યો હતો.

કોરોના RTPCR અને એન્ટીજન ટેસ્ટ કામગીરી તેજ કરી છે.
જિલ્લામાં RTPCR અને એન્ટીજન સેમ્પલ કામગીરી તેજ બનાવાઈ છે.શનિવારે 996 RTPCR જ્યારે 589 એન્ટીજન સહિત 1555 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા.જેમાં લાખણી અને થરાદના બે દર્દીઓ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

જિલ્લામાં 65.18 લાખ લોકોએ વેક્સિન લીધી છે
બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન લેનારા દર્દીઓનો મોટો આંક છે.અત્યાર સુધી જિલ્લામાં 65.18 લાખ લોકોએ વેક્સિન લીધી છે.જેમાં 26.17 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 27.47 લાખ લોકોએ બંને વેક્સિનના ડોઝ લીધા છે. 1.30 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે. 11.4 લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.જ્યારે હજુ જિલ્લામાં 58% લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular