Homeફિલ્મી ફંડાકેન્સર સામે જંગ જીતનારી આ અભિનેત્રીનું નિધન

કેન્સર સામે જંગ જીતનારી આ અભિનેત્રીનું નિધન

બંગાળી અભિનેત્રી એંદ્રિલા શર્માનું રવિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તે માત્ર 24 વર્ષની હતી. બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ એંદ્રિલાને 1 નવેમ્બરે હાવડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એંદ્રિલાને બ્રેઈન હેમરેજ થયું હતું. તે કોમામાં જતી રહી હતી.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રીએ બપોરે 12.59 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી પરંતુ તેની હાલત ગંભીર હતી. અભિનેત્રીને રવિવારે સવારે અનેક વાર હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પ્રથમ વાર તેને તેને CPR આપવામાં આવ્યું અને તેની ગંભીર સ્થિતિ નિયંત્રિત કરવામાં આવી, જોકે, બાદમાં તેને બીજો મોટો હાર્ટ એટેક આવ્યો એ સમયે તેણે CPR સપોર્ટનો જવાબ આપ્યો ન હતો. અને તેનું મૃત્યુ થયું હતું. તે સમયે તેના માતા-પિતા અને પરિવારના અન્ય કેટલાક સભ્યો હોસ્પિટલમાં હાજર હતા.

અભિનેત્રીને ભૂતકાળમાં બે વખત કેન્સરનું નિદાન થયું હતું, પરંતુ તેણે બહાદુરીપૂર્વક કેન્સર સામેનો જંગ જીત્યો હતો અને સ્વસ્થ થઈ ઘરે પણ પરત ફરી હતી. 2015માં તેને 11માં ધોરણમાં અભ્યાસ કરતી વખતે પહેલીવાર કેન્સર હોવાનું નિદાન થયું હતું. કેન્સરે તેના અસ્થિમજ્જા (બોનમેરો) પર આક્રમણ કર્યું હતું. 2021માં તે બીજી વખત કેન્સરનો શિકાર બની હતી. આ વખતે તેના ફેફસામાં ગાંઠ થઇ હતી. કેન્સર સામેની લડાઈ સાથે તેણે અભિનયનું કામ પણ ચાલુ જ રાખ્યું હતું.

જોકે, 14 નવેમ્બરથી એંદ્રિલાની તબિયત વધુ બગડવા લાગી હતી. તેને ઘણી વાર કાર્ડિયાક એરેસ્ટનો સામનો કરવો પડ્યો, જે પછી તેની તબિયત કથળતી જ રહી અને આખરે એંદ્રિલાએ 20 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.

કેન્સર સર્વાઈવર એંદ્રિલા શર્માનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળના બેરહામપુરમાં થયો હતો. એંદ્રિલા બંગાળી પ્રેક્ષકો માટે એક પરિચિત ચહેરો છે. તેણે ઝુમુર સાથે ટેલિવિઝનની શરૂઆત કરી હતી અને મહાપીઠ તરપીઠ, જીવન જ્યોતિ અને જિયોં કાથી જેવા શોમાં અભિનય કર્યો હતો. તે અમી દીદી નંબર 1 અને લવ કેફે જેવી ફિલ્મોનો પણ ભાગ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular