(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાચાંદીમાં ચમકારો જોવા મળ્યો હતો. સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૫૬,૨૦૦ની સપાટી વટાવી હતી, જ્યારે હાજર ચાંદી પણ રૂ. ૬૮,૧૦૦ની ઉપર પહોચી હતી. ઝવેરી બજાર ખાતે ૯૯૯ ટચનું શુદ્ધ સોનું ૧૦ ગ્રામે રૂ. ૫૬૦૯૭ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૫૬૨૫૪ની સપાટીએ ખૂલીને રૂ. ૩૬૫ના સુધારા સાથે અંતે રૂ. ૫૬૪૬૨નીૂ સપાટીએ સ્થિર થયું હતું. એજ રીતે, ૯૯૫ ટચનું શુદ્ધ સોનું ૧૦ ગ્રામે રૂ. ૫૬,૮૭૨ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૫૬,૦૨૯ની સપાટીએ ખૂલીને રૂ. ૩૬૪ના સુધારા સાથે અંતે રૂ. ૫૬,૨૩૬નીૂ સપાટીએ સ્થિર થયું હતું. ચાંદી એક કિલોએ રૂ. ૬૭,૯૬૩ના બંધ સામે રૂ. ૬૭૮૪૮ની સપાટીએ ખૂલીને અંતે રૂ. ૧૫૨ના સુધારા સાથે રૂ. ૬૮,૧૧૫ની સપાટીએ સ્થિર થઇ હતી.
સોનાચાંદીમાં ચમકારો, સ્ટાન્ડર્ડ સોનું ₹ ૫૬,૨૦૦ની ઉપર
RELATED ARTICLES