Mumbaiમાં હળવા વરસાદે BMCની કામગીરીની ખોલી પોલ, ઉદ્ઘાટન થયાના અઠવાડિયામાં જ Borivali Flyoverની હાલત થઈ ખરાબ

આમચી મુંબઈ

Mumbai: બોરીવલી કોરા કેન્દ્ર ફ્લાયઓવર(Borivali kora Kendra Flyover) ને અઠવાડિયા પહેલા નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે અઠવાડિયાની અંદર જ થોડા વરસાદમાં ફ્લાયઓવરનો ડામર ઉખડવા માંડ્યો છે ત્યારે BMCની કામગીરી વિશે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

 

YouTube player

 

પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે દ્વારા બોરીવલીના ઈસ્ટ વેસ્ટને જોડનારા આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ફ્લાયઓવર ખુલ્લો મુકવાની સાથે જ સપાટી પરનો ડામર ઉખડવા માંડ્યો છે. મુંબઈમાં હજુ વરસાદે જોર પકડ્યું નથી એવામાં નવા ફ્લાયઓવરની હાલત ખરાબ થતાં નાગરિકો પાલિકા પ્રશાસનની કામની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહ્યા છીએ.

ફ્લાયઓવર ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ-શિવસેનાએ ફ્લાયઓવર નું ક્રેડિટ લેવા આમને સામને આવ્યા હતાં, પરંતુ હવે કોણ ક્રેડિટ લેવા આગળ આવશે એવા સવાલ નાગરિકો ટ્વિટર પર કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.