અત્યાર સુધી કળયુગી દીકરાઓના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમણે સંપત્તિ માટે પોતાના જ માતા-પિતાને નુકસાન પહોંચાડ્યું હોય, પરંતુ તાજેતરમાં દીકરીઓએ જમીનની લાલચમાં પિતાને મૃત જાહેર કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ મામલો બાબાબંકી જિલ્લાના સિરૌલીગૌસપુર ક્ષેત્રમાં આવેલા ગામમાં સત્યનારાયણ સાથે સંકળાયેલો છે. તેમના લગ્ન સરોજ કુમારી સાથે થયા હતાં અને તેમની બે દીકરીઓ છે પ્રિતી અને જ્યોતી સૈની. વર્ષ 2005માં સરોજ કુમારીનું નિધન થયું હતું. સત્યનારાયણે આરોપ લગાવ્યો છે કે સાત વીઘા જમીન માટે દીકરીઓએ તેમને મૃત જાહેર કરી નાંખ્યા હતાં.
સત્યનારાયણે જણાવ્યું હતું કે 17 વર્ષથી હું જીવતો હોવાનું પ્રમાણ આપીને થાકી ગયો છું. કોઈ સુનાવણી કરવા તૈયાર થઈ રહ્યું નથી. જિલ્લાધિકારી અવિનાશ કુમાર પાસે પહોંચ્યો હતો, જે બાદ ડીએમ અને એસડીએમ નવાબગંજ વિજય કુમાર ત્રિવેદીને કાર્યવાહી માટેના આદેશ આપ્યા છે.
સત્યનારાયણને ન્યાય અપાવવા માટે તેમની દીકરી પ્રિતીના પતિ પવન કુમાર સાથ આપી રહ્યા છે. સસરા માટે પવન કુમાર તેમની પત્નીના વિરુદ્ધ થઈ ગયા છે, જેને કારણે સત્યનારાયણની સાથે પવન કુમારને પણ હેરાન કરવામાં આવી રહ્યા હતાં.