ટીવીના અવાજને લઈને સાસુ-વહુનો થયો ઝઘડો, ઉશ્કેરાયેલી વહુએ સાસુની કાપી આંગળીઓ, પતિ સાથે પણ કર્યું એવું કે…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ટીવીના રિમોટને અથવા તેના અવાજને લઈને બાળકો અને યુવાનો વચ્ચે ઝઘડા થયા કરે છે, પરંતુ એવું કોઈએ વિચાર્યું નહીં હોય કે ટીવીને લઈને થતા ઝઘડા આટલા ગંભીર બની શકે છે. આવો જ એક બિહામણો કિસ્સો મહારાષ્ટ્રના થાણેમાં બન્યો છે, જ્યાં સાસુ અને વહુ વચ્ચે ટીવીના અવાજને લઈને ઝઘડો થયો હતો. અંબરનાથના વડવલી વિસ્તારમાં 32 વર્ષની વિજયા કુલકર્ણી તેની સાસુ સાથે રહે છે. સવારે સાડા દસ વાગ્ટે સાસુ ભજન કરી રહી હતી તે દરમિયાન વિજયા ટીવી જોઈ રહી હતી. ટીવીના અવાજને કારણે ભજન કરવામાં તેને ફાવતું નહોતું તેથી વિજયાને ટીવીનો અવાજ ઓછું કરવાનું કહ્યું, જોકે, તેણે આ વાત પર ધ્યાન આપ્યું નહીં. સાસુના વારંવાર કહ્યા બાદ વિજયાને ગુસ્સો આવી ગયો અને તેણે ટીવીના અવાજને વધુ લાઉડ કરી નાંખ્યો હતો. વિજયાની આ હરકત જોઈને સાસુએ ટીવી બંધ કરી નાંખ્યું. ઉશ્કેરાયેલી વહુએ તેની સાસુ સાથે જોરદાર ઝઘડો કર્યો. વિજયાએ તેની સાસુને અપશબ્દો કહ્યા અને બંને વચ્ચે મારામારી થઈ હતી. દરમિયાન ગુસ્સામાં આવેલી વિજયાએ સાસુના હાથની ત્રણ આંગળીઓને દાંત વડે કાપી નાંખી હતી. પત્ની અને માતા વચ્ચે થઈ રહેલા ઝઘડાને જોઈને પતિ સૌરભ વચ્ચે આવ્યો ત્યારે વિજયાએ તેને પણ લાફો મારી દીધો હતો અને ધમકી પણ આપી હતી. જે બાદ સાસુએ અંબરનાથ ઈસ્ટના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં તેની વહુ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.