એકલા તળાજા શહેરમાં દશામાની સાત હજાર મૂર્તિ વેચાઈ

આપણું ગુજરાત

દસ દિવસમાં એકાદ કરોડનો વેપાર થવાની સંભાવના

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: તહેવારોનું ધાર્મિક સાથે આર્તિક મહત્ત્વ પણ હોય છે. સૌરાષ્ટ્રમાં ગુરુવારથી શરૂ થયેલા દશામાના વ્રતને લીધે એકલા તળાજા શહેરમાં કરોડથી વધારેનો વેપાર થયો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજાની બજાર ધમધમતી જોવા મળી છે. બજારમા દશામાની પ્રતિમા અને વ્રતની ઉજવણી કરવા માટે બહેનોની વધુ ભીડ જામી છે. અહીં લગભગ સાતેક હજાર જેટલી મૂર્તિઓની ખરીદી થઈ છે. સાતેક વર્ષ પહેલાં મૂર્તિના એક જ વેપારી હતા. આજે આઠથી દસથી વધુ જથ્થાબંધ વેપારીઓ છે. જેને લઇ સાતેક હજાર પ્રતિમાઓને વેચાણ અર્થે લાવવામાં આવી હતી. એક સો રૂપિયા થી લઈ એક હજાર રૂપિયા સુધીની પ્રતિમા વેચાતી હતી. પહેલા ગામડાઓ મા દશામાની પ્રતિમા વેચાતી ન હતી. આથી ખરીદી માટે તળાજા જ આવવું પડતું હતું. આજે ગામડાઓમાં પણ પ્રતિમાઓનું વેચાણ થવા લાગ્યું છે. ગામડાઓના વેપારીઓ પણ હોલસેલ ખરીદી કરવા લાગ્યા હોય તળાજાની સ્થાનિક બજારના વેપારીઓને તેનું સ્વાભાવિક જ નુકસાન વેઠવું પડ્યું છે, તેમ વેપારી આલમ જણાવે છે.
આ સ્થિતિ વચ્ચે જાણકારોના મત મુજબ તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાત હજારથી વધુ મૂર્તિઓનું વેચાણ થયાના અનુમાન મુજબ સાત હજાર પરિવાર વ્રત ઉજવશે. મૂર્તિની ખરીદી બાદ સ્થાપન, પૂજાપો, શણગાર અને દસ દિવસ સુધી પ્રસાદની ગણતરી માત્ર કરવામાં આવે તો એક પરિવાર સરેરાશ પંદરસો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે આ અનુસાર એક કરોડ રૂપિયાથી વધારે વેપાર થવાની સંભાવના છે.
વળી આ ધંધામાં મહિલાઓ આગળ પડતી છે, તેમ મૂર્તિઓનું વેચાણ કરતા વસંતબહેને જણાવ્યું હતું. મૂળ કેરીના બગીચાના ઇજારેદાર અને છૂટક કેરીનું વેચાણ કરતા વસંતબેન કેરીની સીઝન લીધા બાદ દશામાની પ્રતિમાના વેચાણના વ્યવસાયમા જોડાય છે. ખાસ કરીને બહેનો દશામાનું વ્રત વધુ કરતા હોય પ્રતિમાના વેચાણ માટે બહેનો વધુ આ વેપાર કરી રહી છે. માત્ર તળાજા શહેરમાં જો આ રીતે વેપાર ધમધમતો હોય તો સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં આ વ્રત ઉજવાય છે. આ સાથે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી વિવિધ તહેવારો અને વ્રત દરમિયાન પણ ધાર્મિક સામગ્રી અને ધાર્મિક પર્યટનનો વ્યવસાય ધમધમતો રહે છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.