સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ! શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

શ્રાવણના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે મંદિરના દ્વાર ખૂલ્યા ત્યારથી ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે. મળતી માહિતી અનુસાર સોમનાથ પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ચાર કલાકમાં 15,000થી વધુ લોકોએ મહાદેવના દર્શન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. શ્રાવણીયા સોમવારે સોમનાથ પરિસર શિવમય બન્યું છે ત્યારે ભક્તો હર હર મહાદેવના નારા લગાવીને શંકર ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.