Power Crisis: દેશના મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યોમાં નિર્માણ થયું વીજસંકટ! કંપનીઓ વિરુદ્ધ કરવામાં આવી મોટી કાર્યવાહી, જાણો શું છે આખો મામલો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રના ઉર્જા મંત્રાલય દ્વારા તાજેતરમાં ઘડવામાં આવેલા નિયમો અનુસાર જે રાજ્યો દેશના પાવર પ્લાન્ટ્સમાંથી તેમના વર્તમાન બિલ (લેણાની ચુકવણી નથી કરતા) ક્લિયર નથી કરતા ત્યાં સુધી તેઓ પાવર એક્સચેન્જ પર વીજળીની ખરીદી અથવા વેચાણ થઈ શકશે નહીં. આ નિયમ 19 ઑગસ્ટથી લાગુ કરવામાં આવ્યો છે અને દેશના 13 રાજ્યો પર પાવર એક્સચેન્જોમાંથી વીજળીની ખરીદી અને વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ રાજ્યો ઝડપથી તેમની લેણા રકમની ચૂકવણી નહીં કરે તો આ રાજ્યોમાં અંધારપટ છવાઇ જશે.

જે રાજ્યો પર પાવર એક્સચેન્જોમાંથી વીજળીની ખરીદી અને વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મણિપુર, મિઝોરમ, ઝારખંડ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ રાજ્યોએ પાવર એક્સચેન્જોને કુલ રૂ. 5,085 કરોડ ચૂકવવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.

પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (POSOCO) દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. POSOCO એ કેન્દ્રીય ઉર્જા મંત્રાલય હેઠળનું જાહેર ક્ષેત્રનું એકમ છે જે ભારતીય પાવર સિસ્ટમના સંકલિત સંચાલનનું કામ કરે છે. POSOCOના ચેરમેન એસ. આર. નરસિંહે જણાવ્યા અનુસાર, તેર રાજ્યો જ્યાં સુધી જનરેટર અને ટ્રાન્સમિશન કંપનીઓને તેમની બાકી નીકળતી રકમ ચૂકવશે નહીં ત્યાં સુધી પાવર એક્સચેન્જો પર વીજળી ખરીદી અથવા વેચી શકશે નહીં.

આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રએ પાવર ઉત્પાદકોને ચૂકવણીની ખાતરી કરવા માટે આટલા વ્યાપક ધોરણે આ માર્ગનો આશરો લીધો છે. અગાઉ, એક કે બે ડિફોલ્ટર રાજ્ય પર આવા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, અને ઝડપથી દૂર કરવામાં આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.