ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદેને પડકાર! કહ્યું, હિંમત હોય તો તમારા પિતાના નામે વોટ માંગીને દેખાડો, શિવસૈનિકો અમારી સાથે છે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. આજે શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોને ગદ્દાર કહ્યા હતા. કાલ સુધી તેઓ તેમને બળવાખોર કહી રહ્યા હતા, પણ આજે ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે ગદ્દારોને હવે ફરી કયારેય શિવસેનામાં પરત લેવામાં આવશે નહીં.
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાં ફૂટ માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. એકનાથ શિંદે પણ રોષ ઠાલવતા તેમણે કહ્યું હતું કે કાલ સુધી તેઓ નાથ હતા પણ હવે દાસ થઇ ગયા છે. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પડકાર આપતા કહ્યું છે કે હિંમત હોય તો એકનાથ શિંદે તેના પિતાના નામે વોટ માંગીને દેખાડે.
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પાર્ટીના નેતા સંજય રાઉતે કહ્યું છે કે આ બેઠકમાં છ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. શિવસેનાએ એ નિર્ણય લીધો છે કે તે બાળાસાહેબની હિન્દુત્વની વિચારધારા પર ચાલશે તથા સંયુકત મહારાષ્ટ્રની વિચારધારા સાથે કોઇ બાંધછોડ નહીં કરે. જે લોકોએ પાર્ટીને દગો આપ્યો છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. જે લોકો પાર્ટી છોડીને ગયા છે તેમની વિરુદ્ધ પગલાં લેવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરેને છે. પોતાના ફાયદા માટે જે વ્યક્તિઓએ બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કર્યો છે અમે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.