કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ગુજરાતના GIFT સિટીમાં ડેટા એમ્બેસી સ્થાપવાની જાહેરાત કરી હતી. તેલંગાણાના આઈટી અને ઉદ્યોગ પ્રધાન કે.ટી. રામા રાવે GIFT સિટીમાં ડેટા એમ્બેસી સ્થાપવાની બજેટ દરખાસ્ત પર કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. તેમણે ગુજરાતમાં ડેટા સિક્યોરીટી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમને એકથી વધુ સ્થળોએ ડેટા સેન્ટર રાખવાની રજૂઆત કરી હતી.
તેલંગાણાના પ્રધાને કારણઆપતા કહ્યું ગુજરાત ધરતીકંપની વધુ સંભાવના ધરાવતું રાજ્ય છે. ગિફ્ટ સિટી સિસ્મિક ઝોન-III માં આવેલું છે જે સિસ્મિક ઝોન-IV ની ખૂબ નજીક છે, જે દર્શાવે છે કે આ પ્રદેશમાં ભૂકંપનું ઉચ્ચ જોખમ રહેલું છે. એટલું જ નહિ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે. તેમણે કહ્યું કે “આ પગલાથી ડેટાની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે કારણ કે સૂચિત સ્થાન પાકિસ્તાન સાથે સરહદ વહેંચતા રાજ્યમાં છે.”
આવા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ડેટા એમ્બેસી વિકસાવવાથી સંભવિત જોખમો છે અને જો ડેટા એમ્બસીને અસર થાય તો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નોંધપાત્ર પરિણામો આવી શકે છે.
હૈદરાબાદમાં ડેટા એમ્બેસી સ્થાપવાના ફાયદાઓગણાવતા, કેટીઆરએ જણાવ્યું કેહૈદરાબાદ સિસ્મિક ઝોન-II હેઠળ આવે છે, જે ભારતમાં સૌથી ઓછા સક્રિય સિસ્મિક ઝોનમાંનું એક છે અને જે તેને ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે એક આદર્શ સ્થાન બનાવે છે.
તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે વૈશ્વિક ડેટા સેન્ટરની મુખ્ય કંપનીઓએ તેલંગાણામાં મોટા ડેટા સેન્ટર્સ સ્થાપવાનું પસંદ કર્યું છે. તેલંગાણા હવે એમેઝોન વેબ સર્વિસીસથી લઈને માઈક્રોસોફ્ટ એઝ્યુર સુધીના ઘણા હાઈપરસ્કેલ અને એજ ડેટા સેન્ટર્સનું ઘર છે.
‘ગિફ્ટ સિટીમાં ડેટા એમ્બેસી સ્થાપવી જોખમકારક’, તેલંગાણાના પ્રધાનનો દાવો
RELATED ARTICLES