જાતિવાદનું ઝેર! લખનઉમાં દલિત ડિલિવરી બોયની જાતિ પૂછી માર મરાયો, મોઢા પર થુંક્યા, ૧૪ લોકો સામે કેસ દાખલ

ટૉપ ન્યૂઝ

Lucknow: આધુનિક જમાનામાં પણ આપણા સમાજમાંથી જાતિવાદી માનસિકતા હજુ દુર થઇ નથી. અવારનવાર આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે લખનઉમાં શનિવારે રાત્રે ઝોમેટોના એક કસ્ટમરે ડિલિવરી બોય પાસેથી ખોરાક લેવાનો ઇનકાર કરી દીધો હતો હતો. કારણ એ હતું કે ડિલિવરી બોય દલિત સમાજનો હતો. એટલું જ નહિ પરિવારના સભ્યો સાથે મળીને ડિલિવરી બોયને પણ માર મરાયો હતો. પરિવારજનો ડિલિવરી બોયના મોં પર થુંક્યા હોવાનો પણ આરોપ લગાવાયો છે. ફરિયાદના આધારે પોલીસે ૧૪ સખ્શ વિરુધ ગુનો નોંધ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ માત્ર મારપીટનો મામલો છે.
વિનીત રાવત નામના ડિલિવરી બોયએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે વિનીત ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. શનિવારે રાત્રે તેને અજય સિંહ નામના ગ્રાહક ત્યાં ડિલિવરી આપવા મોકલવામાં આવ્યો હતો. ડિલિવરી લઇને પહોંચેલા વિનીતને અજય સિંહે તેની જાતિ પૂછી હતી જે જાણતા જ તે ગુસ્સે થઈ ગયો હતો. તેણે અપશબ્દો બોલતા કહ્યું હતું કે ‘હવે અમે તમે અડકેલી વસ્તુઓ ખાઈશું?’ ત્યારબાદ તેણે ફૂડ પેકેટ ફેંક્યું, પછી મોં પર તમાકુ થૂંકી. જ્યારે વિનીતે વિરોધ કર્યો તો અજય અને તેના પરિવારના સભ્યોએ તેને લાકડીઓ વડે માર માર્યો હતો. થોડી વાર બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વિનીતને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. તે સમયે તેણે FIR નોંધાવાની ના પાડી દીધી હતી. રવિવારે વકીલ સાથે આવીને FIR નોંધાવી હતી.
આ મામલે આશિયાના વિસ્તારના ઈન્સ્પેક્ટર દીપક પાંડેનું કહેવું છે કે જ્યારે વિપિન શનિવારે રાત્રે ઓર્ડર લઈને પહોંચ્યો ત્યારે અજયે પાન મસાલો ખાધો હતો. વિનીતે સરનામું પૂછતાં તેણે વિનીતને સરનામું કહેવા માટે મસાલો થૂંક્યો. એનો છાંટો વિનીત પર પડ્યો. જેના પર વિનીતે ગાળો બોલીને વિવાદ કર્યો હતો. આ બાબતે અજય અને તેના પરિવારના સભ્યોએ વિનીતને માર માર્યો હતો.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.