પટિયાલા જેલમાં સિદ્ધુ ક્લર્ક અને દલેર મહેંદીને મળ્યું રેકોર્ડ રાખવાનું કામ, બંને છે એક જ બેરકમાં

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધિ અને પંજાબના લોકપ્રિય ગાયક દલેર મેહંદી પટિયાલા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. બંનેને એક જ બેરકમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં જેલ પ્રશાસને તેમને કામ પણ સોંપ્યું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર જેલમાં સિદ્ધુને ક્લર્ક અને દલેર મેહંદીને વિવિધ વસ્તુના રેકોર્ડ રાખવાની જવાબદારી મળી છે. બંનેને અલગ અલગ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. સિદ્ધુને એક વર્ષ અને દલેરને બે વર્ષની સજા સંભળાવી છે.

નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુને 34 વર્ષ જૂના રોડરેજ મામલે દોષી જાહેર કરવામાં આવ્યા હતાં. સુપ્રીમ કોર્ટથી પણ રાહત ન મળતાં તેમને સરેન્ડર કરવું પડ્યું હતું અને હવે તેઓ પટિયાલાની સેન્ટ્રલ જેલમાં એક વર્ષ કારાવાસની સજા ભોગવી રહ્યા છે. જોકે, બીજી બાજુ પંજાબના પ્રખ્યાત ગાયક દલેર મેહંદીને 18 વર્ષ જૂના હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં દોષી જાહેર કર્યા હતાં અને તેમને બે વર્ષ કારાવાસની સજા સંભળાવી હતી. સિદ્ધુએ ઘુંટણમાં દુખાવાની ફરિયાદ કરી હોવાથી શુક્રવારે તેમને એક બેડ આપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.