Breaking: 15 વર્ષ જૂના કેસમાં દલેર મહેંદીને બે વર્ષની જેલ, આ છે આરોપ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

પંજાબના લોકપ્રિય સિંગર દલેર મહેંદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પટિયાલા કોર્ટે સિંગરને 15 વર્ષ જૂના હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં બે વર્ષ કારાવાસની સજા ગુરુવારે સંભળાવી હતી. સુનાવણી દરમિયાન પટિયાલા કોર્ટે દલેર મહેંદીને દોષી જાહેર કર્યા બાદ સજા સંભળાવી હતી. વર્ષ 2003માં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે દલેર મહેંદી અને તેનો ભાઈ શમશેર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલીને મોટી રકમ લેતા હતા. દલેર મહેંદી અને તેના ભાઈ સામે 31 કેસ દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં જ દલેર મહેંદીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી છે. પ્રથમ કેસ 2003 માં યુએસમાં નોંધાયો હતો, કારણ કે મોટાભાગના લોકોને યુએસમાં મોકલવામાં આવ્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.